________________
બહેનોએ-ભાઈઓએ ક્રમશઃ ડાબી-જમણી તરફ સાઈડમાં ઉભા રહીને એકી સંખ્યામાં ભાવવાહી સ્તુતિઓ અન્યોને અંતરાય ન પડે, તેમ બોલવી. સ્વદ્રવ્યથી અગ્રપૂજા કરવાની ભાવનાવાળાએ સાથે લાવેલ ધૂપ-દીપક ને પ્રગટાવવું. સ્વદ્રવ્યથી કરવાની ભાવના છતાં સંજોગવશ સાથે સામગ્રી ન લાવ્યા હોય તેવા મહાનુભાવોએ ભંડારમાં યથાશક્તિ નાણું મુકીને ધૂપ આદિ પૂજા કરવી. ભાઈઓએ અને બહેનોએ પ્રભુજીની ડાબી તરફ યોગ્ય આંતરે ઉભી રહીને ધૂપદાની/ધૂપસળી સ્થીર રાખીને પૂજાના દૂહા બોલવા સાથે ધૂપ-પૂજા કરવી. ભાઈઓએ પ્રભુજીની જમણી તરફ અને બહેનોએ પ્રભુજીની ડાબી તરફ યોગ્ય આંતરે ઉભી રહીને ફાણસ યુક્ત દીપકને પ્રદક્ષિણા-આકારે નાકથી નીચે-નાભિથી ઉપર રાખીને ત્રણવાર ફેરવવા દ્વારા પૂજાના દુહા બોલવા સાથે દીપક પૂજા કરવી. ભાઈઓએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા રહીને દર્પણ(અરીસો)ને દયની ડાબી તરફ રાખી તેમાં પ્રભુજીના મુખદર્શન થતાં સેવકભાવે પંખો ઢાળવો. (તે દર્પણમાં પોતાનો મુખ ન જ જોવાય.)
( ૩ ) Jain Education International e
et seekly www.jainelibrary.org