________________
પ્રભુજી પંચધાતુ ના હોય કે સાવ નાના હોય કે શ્રી સિદ્ધચક્રજી નો ગટ્ટો હોય, તેની પૂજા કરતાં, તેઓ સહેજ પણ હલવા ન જોઈએ. વધારે ભગવાનની ટુંક સમયમાં પુજા કરવાના લોભના બદલે વિધિ સાથે થોડા ભગવાનની પૂજા કરવામાં વિશેષ લાભ હોય છે. કેશર લાલચોડ ન કરવું જોઈએ. ખૂબ જ ધીરતા-ગંભીરતા-સ્થિરતા-હળવાશ સાથે કોમળતાથી પ્રભુજીની પૂજા કરવી જોઈએ. કોઈ ભાવિકે પ્રભુજીને ભવ્યઆંગી કરેલ હોય કે કરતાં હોય તો કેશર પૂજાનો આગ્રહ ન રાખવો. તેની
અનુમોદના કરવી. - દેરાસરમાં મૂળનાયકજીને પૂજાની વાર હોય અને અન્ય
પ્રભુજી ની પૂજા કરવી હોય તો થોડું કેશર અલગ વાટકીમાં રાખીને પૂજા કરવી. કેશરપૂજા કરતાં પહેલાં જો પરમાત્માને કેશર ના રેલા ઉતરેલા હોય તો સુસ્વચ્છ વસ્ત્ર થી લૂછીને પછી પૂજા કરવી. નહિતર લૂછવાની જરૂર નથી. પૂજાના ક્રમમાં મૂળનાયકજી, અન્ય પરમાત્મા, શ્રી સિદ્ધચક્રજી યંત્ર-ગટ્ટો, શ્રી વીશસ્થાનક યંત્રગટ્ટો, પ્રવચનમુદ્રામાં ગણધર ભગવંતો અને અંતે શાસનનાઅધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓને
(૫૫)
and
on InternationaFol Private
Personal Use Only Wolainelibrary.org