________________
આ રચના કરતી વખતે મધુર સ્વરે બોલવું – સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ સ્વીકાર...' સાવ નીચે રહેલ ઢગલીના ચોખાને અનામિકા (પુજાની આંગળી)થી ચોરસ આકારે ફેલાવવા, પણ ઢગલીમાં વચ્ચે ગોળાકાર કરી બંગડી જેવું ક્યારે પણ ન બનાવવું. કેમકે તેમ કરવાથી ભવભ્રમણ વધે. શક્ય હોય તો નંદાવર્ત રોજ કરવું , કેમકે તે અનિલાભદાયી અને મહામંગલકારી કહેવાય છે. ચારેય દિશામાં એક-એક લીટી કરીને સાથીયાનો આકાર આપવો. તેમાં પહેલો પાંખડો જમણી તરફ ઉપરનો મનુષ્ય-ગતિનો કરવો. બીજો ડાબી તરફ ઉપરનો દેવગતિનો કરવો. ત્રીજો ડાબી તરફ નીચે તિર્યંચગતિનો કરવો. ચોથો જમણી તરફ નીચે નરક-ગતિનો કરવો જોઈએ. ફક્ત સ્વસ્તિક જ બનાવવાની ભાવનાવાળા મહાનુભાવે સાથીયાની ચારેય દિશાનાં પાંખડાં ને કોઈ પણ જાતનો વળાંક ન આપવો. * આ પ્રમાણે કરવું અયોગ્ય છે.આ પ્રમાણે કરવું યોગ્ય છે. સાથીયા કે નંદાવર્તની રચના વેળા દુહા બોલવા :
અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરું અવતાર; ફલ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર.” સાંસરિક ફળ માંગીને, રડવડયો બહુ સંસાર ;
૭૭
Jain Education InternationaFor Private & Personal use only www.jainelibrary.org