________________
નૈવેધપૂજાક્રવાની વિધિ શુદ્ધ દ્રવ્યોથી બનાવેલી અતિરસવંતી (જોતાં મોઢામાં - પાણી છૂટે તેવી) મીઠાઈ વગેરેથી નૈવેદ્ય પૂજા કરાય.
ઘરમાં કોઈપણ મીઠાઈ બનાવવાની થાય તો સહુ પ્રથમ તે પ્રભુજી સમક્ષ ચઢતા પરિણામે ચઢાવવી, પણ ઘરમાં ખાઈને ધરાઈ ગયેલ હોય કે દિવસો વ્યતિત થઈ ગયા. હોય તેવી મીઠાઈ પ્રભુજીને ન ચઢાવવી. • બજારની અભક્ષ્ય મીઠાઈ-પીપરમીન્ટ-ચોકલેટ
સાકરના ક્યુબ-લોલીપોપ-આદિ ન ચઢાવાય. રસવંતી મીઠાઈ શક્ય ન હોય તો ખડી સાકર-પતાસાં
આદિ ભક્ષ્ય મીઠી વસ્તુ લઈ જઈ શકાય. • નૈવેદ્ય એકાદ-બે રાખવાના બદલે થાળ કે થાળી
ભરાઈ જાય, તેટલાં શક્તિ પ્રમાણે રાખવા. ૦ સુયોગ્ય નૈવેદ્યની ઉપર સોના-ચાંદીના વરખ લગાડાય. • નૈવેધથી ચોખા-પાટલા-બાજોઠ આદિ ચીકણા ન થાય, તે માટે થાળીમાં મૂકવા. આર-પાર જોઈ શકાય તેવા સાધન દ્વારા નૈવેદ્યને ઢાંકવાથી માખી આદિથી બચાવી શકાય. • શ્રી વીશસ્થાનક તપ, વર્ધમાન તપ, ઓળી આદિ દરમ્યાન ક્રિયામાં જણાવ્યા મુજબના દરેક સાથીયા પર ઓછામાં ઓછું એક નૈવેધ ફળ જરૂર મૂકવું જોઈએ.
( ૭૯ Wan Education ennek alloma AORTA Personal use only www.jainelibrary.org