________________
હ ન્હવણજલ જમણી અને ડાબી આંખે સ્પર્શ કરતાં
ભાવના ભાવવી કે “મારી આંખોમાં રહેલ દોષદૃષ્ટિ અને કામવિકારો આના પ્રભાવે દૂર થાઓ.” પછી બન્ને કાનોમાં જમણે-ડાબે સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારામાં રહેલ પરદોષશ્રવણ અને સ્વગુણશ્રવણની ખામી દૂર થઈને મને જિનવાણી શ્રવણની રુચિ ઉત્પન્ન થાઓ.” અને પછી કંઠના સ્થાને સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મને સ્વાદ પર વિજય મળે અને પરનિંદા-સ્વપ્રશંસા દોષ નિર્મૂળ થવા સાથે ગુણીજનના ગુણો ગાવા સદા તત્પરતા મળે.” પછી હૃદયમાં સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારા હૃદયમાં સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ ઉત્પન્ન થવા સાથે પ્રભુજી તારો અને તારી આજ્ઞાનો સદૈવ વાસ બની રહે” અને અંતે નાભિકમળ પર સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે.. ‘મારાં કર્મમલ મુક્ત આઠરુચપ્રદેશની જેમ મારા સર્વ-આત્મ-પ્રદેશો સર્વથા સર્વ કર્મમલ મુકત થાઓ.’
આવી ભાવના કેશર તિલક પોતાના અંગે કરતા પણ ભાવવી જોઈએ.
ન્હવણ જલ નાભિની નીચેના અંગમાં ન લગાડાય.
૧૦૭
Jain Education Internationalon Vate & Personar Use Only www.janelibrary.org