________________
અક્ષત-નૈવેધ-ફળ પૂજા પછી રાખવા યોગ્ય સાવધાની
• પ્રભુજી સમક્ષ ચઢાવેલ અક્ષત (ચોખા)-નૈવેધ (મીઠાઈ આદિ)-ફળો અને રોકડ નાણું, તે નિર્માલ્ય દેવદ્રવ્ય કહેવાય.
♦ નિર્માલ્ય દેવદ્રવ્યની સઘળી સામગ્રીઓ દ્વારા ઉપાર્જિત થયેલ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરાવું જોઈએ.
• તેવી વ્યવસ્થા શ્રી સંઘ કે પેઢી કરવા સમર્થ ન હોય તો નિર્માલ્ય દેવદ્રવ્યની યથાયોગ્ય ઉપજની રકમ પોતાના હાથે દેવદ્રવ્યના ભંડારમાં પૂર્યા બાદ ચૈત્યવંદન આદિ ભાવપૂજાનો પ્રારંભ કરવો.
• ઘરની દરેક વ્યક્તિમાં પણ આવા પ્રકારના સંસ્કાર નાખવા પ્રયત્ન કરવો.
• પોતે ચઢાવેલ સામગ્રીનું યથાયોગ્ય રોકડ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરવાથી તે તે આરાધકો દર્શનાચારના અતિચાર સ્વરૂપ દેવદ્રવ્યની ઉપેક્ષાના મહાન દોષથી બચી શકે છે.
• દહેરાસરની કોઈપણ સામગ્રી ઉપયોગમાં લેતાં પહેલાં સ્વદ્રવ્યથી કરવાની ભાવનાવાળાએ ભંડારમાં કાંઈક યોગ્ય નાણું પુરવું જોઈએ.
43
Education international olivate Persona ise Only www. Horary.org