Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 68
________________ પ્રભુજીની કેશરપૂજા વેળાએ રાખવા યોગ્ય સાવધાની હૃદય સાથે સીધો સંબંધ ધરાવનાર અને નામકર્મ ને દૂર કરવા સમર્થ અનામિકા આંગળીથી જ પ્રભુજીની કેશર પૂજા કરાય. નખનો સ્પર્શ ત્યજવો. • અંબર-કસ્તુરી-કેશર મિશ્રિત ચંદનની વાટકી સહેજ મોટા મોંઢાવાળી રાખવી. અતિપ્રવાહી કે અતિઘટ સ્વરૂપના બદલે મધ્યમકક્ષાનું પેસ્ટ જેવું એકાકાર (પાણી છૂટે નહિ તેવું) કેશર હોવું જોઈએ. • પ્રભુજીના નવ-અંગે પૂજા કરતી વખતે જમણા-ડાબા અંગોમાં (પગ-ઘુંટણ-કાંડા-ખભા) આંગળી એક વાર કેશરમાં બોળીને બન્ને સ્થળે પૂજા થઈ શકે.પણ જમણે પૂજા કર્યા પછી આંગળીમાં કેશર ન વધે, તો ડાબે પૂજા કરતા પહેલાં કેશરમાં આંગળી બોળી શકાય. દરેક અંગે પોતાનું કેશર લાગવું જરૂરી છે. • બન્ને પગના અંગૂઠે એક જ વાર કેશર પૂજા થઈ શકે. વારંવાર કે અન્ય આંગળીમાં પૂજા ન કરાય. • પૂજા કરતી વેળાએ સંપૂર્ણ મૌન ધારણ કરવું અને કોઈની પણ સાથે ઈશારાથી પણ જરૂરી વાત ન કરવી. ૫૪ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124