________________
•
·
.
‘શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ I આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ..||૧||' “ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા)
અર્થ : જે પ્રભુજીમાં શીતલ ગુણ રહેલો છે અને જેઓનું મુખ પણ શીતલ રંગથી ભરપૂર છે, એવા શ્રી અરિહંત પરમાત્માના અંગની પોતાના આત્માની શીતલતા માટે ચંદન-કપૂર આદિ શીતળ દ્રવ્યોથી પૂજા કરો. વિલેપન (ચંદન) પૂજા પૂર્ણ થયા પછી અંગપૂંછણાં સિવાયના અતિસ્વચ્છ વસ્ત્રથી પ્રભુજીના સર્વ-અંગે વિલેપન હળવાશ થી દૂર કરવો.
વિલેપન કર્યા પછી તુરંત જ કોઈ ભાગ્યાશાળીને સોના-ચાંદીના વરખ થી ભવ્ય આંગી કરવાની ભાવના હોય તો વિલેપન દૂર કરવાની જરૂર નથી. વિલેપન ઉતારવાના વસ્ત્રનો ઉપયોગ કર્યા પછી તુરંત જ સુયોગ્ય સ્થાને સૂકવવા કાળજી રાખવી. વિલેપન વસ્ત્રને વસ્ત્રને સ્વચ્છ પાણીથી ધોયા પછી અંગપૂંછણાં સાથે ધોઈ, સૂકવી અને મૂકી શકાય.
૫૨
Jain Education International or Erivate & Personal Use On www.jainelibrary.org