________________
દીપક પૂજા
ની વિધિ
.. ગાયનું શુદ્ધ ઘી અને સુતરાઉ (કોટન) રૂ થી તૈયાર કરેલ દીવડી સુયોગ્ય ફાણસમાં રાખવી.
અશુદ્ધ વસ્ત્ર-હાથ ના સહારે તૈયાર થયેલ દીવેટ અને બોયાનો ઉપયોગ શકય હોય ત્યાં સુધી ટાળવો. બારે માસ દેરાસરમાં કે સ્વદ્રવ્યથી પૂજા કરનાર ભાવિકોએ દિપકને ચારે બાજુ અને ઉપર-નીચેથી બંધ ફાણસમાં (જયણા પાલન માટે) રાખવો. ‘જયણા પ્રધાન જૈનધર્મ છે', તેથી પૂજામાં પણ અયોગ્ય વિરાધનાથી બચીને ભક્તિ કરવી. ગભારામાં દીવા ઢાંકેલા અને ગાયના ઘી ના રાખવા. દહેરાસરનાં રંગમંડપ-નૃત્યમંડપ આદિમાં ઘીના અથવા દીવેલના દીવાઓ સુયોગ્ય હાંડીમાં ઢંકાયેલા રાખવા.
કાચના ગ્લાસમાં સુયોગ્ય સ્વચ્છ ગળેલું પાણી અને દેશી રંગ સાથે ઘી / દીવેલ ના દીવા યોગ્ય સ્થાને ઢાંકેલા રાખવા.
• કાંચના ગ્લાસ, હાંડી, ફાણસ-અથવા ઢાંકણ આદિ (ધી આદિના ચીકાશના કારણે) સુયોગ્ય સમયે વારંવાર સાફ કરવા સાવધાની રાખવી.
Jag Education internation For P
૬૭
se Only www.jainerary.org