________________
ચામર પૂજા ની વિધિ ' T • પહેલાં બન્ને હાથમાં એક-એક ચામર રાખીને ચામર સાથે અડધા નમીને “નમો જિણાણ” કહેવું. સ્વદ્રવ્યના ચામર સાવ નાનકડા કે વાળ વળેલાં અને મેલા ન રાખવા. મોટા ચામર વિશેષ ભાવ જગાવે. અન્ય આરાધકોને ખલેલ ન પહુંચે, તેમ યોગ્ય સ્થાને યોગ્ય અંતરે ઉભા રહીને ચામર ઢાળવાં. ચામર ઢાળતી વખતે પગને નચાવતાં અને આખા શરીરને સુયોગ્ય વળાંક (મરોડ) આપતાં પ્રભુજીના સેવક બનવાના તળસાટ સાથે તાલબદ્ધ રીતે સુયોગ્ય રીતે વસ્ત્રને સાચવીને નૃત્ય કરવું. ચામર નૃત્ય વખતે ઢોલ – નગારાં – તબલાં – શંખવાંસળી આદિ વાજીંત્રો પણ વગાડી શકાય. • ચામર નૃત્ય કરતી વખતે નાગ-મદારી નૃત્ય ન કરાય. • ચામર નૃત્ય કરવામાં સંકોચ ન રખાય. બે ચામર ના મળે તો એક ચામર અને એક હાથથી નૃત્ય કરવું. બહેનોએ ફક્ત બહેનોની જ ઉપસ્થિતિ હોય તો યથાયોગ્ય રાગવિનાશક ચામર નૃત્ય કરવું, પણ પુરુષોની હાજરીમાં બન્ને હાથે અથવા એક હાથે ચામર લઈને પગોનો મર્યાદિત થણગણાટ કરીને સામાન્ય નૃત્ય કરવું. • ચામર નૃત્ય વેળાએ મધુર સ્વરે બોલવા યોગ્ય સ્તોત્ર :
૭૩
on Education internal
sena
l
www.jalalibre de