________________
અંગ-રચના (આંગી) ની વિધિ • ચાંદી આદિના ખોખા, મુગટ, પાંખડા આદિમાં ગી મુખકોશ બાંધીને જ કરાય. • સોનું, ચાંદી, હીરા, માણેક , મોતી આદિ ઉત્તમ દ્રવ્યોથી આંગી થઈ શકે. • સોના-ચાંદી કે પીત્તળના ટીકાથી પણ આંગી થઈ શકે. ક્રોમ કે હળકા ધાતુના ટીકા ન ચાલે. ૭ શુદ્ધ સુખડનો પાવડર અને ઉત્તમ સામગ્રી સાથે શુદ્ધ રેશમના દોરાથી થઈ શકે. • સોનાચાંદીના શુદ્ધ વરખ અને બાદલાથી પણ થઈ શકે. વરખને ડબાવવા માટેનું “રૂ' (કપાસ) શુદ્ધ અને સ્વચ્છ હોવું જોઈએ. તે “રૂ' કેશરવાળું થાય કે ભીનું થાય કે નીચે પડી જાય કે પોતાના અંગને સ્પર્શે તો ત્યાગ કરવો. રૂ (Cotton), મખમલ (Welwet), વુલન દોરા (Thread), સુતરાઉ દોરા આદિ જઘન્ય કક્ષાની વસ્તુથી કે ખાદ્ય ખોરાકની સામગ્રીથી પણ ન કરવી જોઈએ. ૭ સુગંધવગરના ફૂલ, ફૂલની કળીઓ કે પાંદડા, કેશરવાળા ફુલો કે પૂર્ણ અવિકસિત ફૂલોથી કે ફુલોની પાછળ વરખની પાછળના કાગળ ભેરવીને પણ આંગી. ન થઈ શકે. બીજા દિવસે આંગી ઉતારતાં નિર્માલ્ય ‘દેવદ્રવ્ય' ની ઉપજ થાય, તેવી આંગી કરવી જોઈએ. કોઈએ નહિ પહેરેલા નવા સોના-ચાંદીના દાગીના પ્રભુજીને ચઢાવી શકાય. તે દાગીના પહેલેથી પાછા લેવાની સંકલ્પના કરી હોય તો પરત લઈને પોતાના ઉપયોગમાં લઈ શકાય. • પૂજાની થાળી ઉંધી કરીને પ્રભુજીને ન પધરાવાય. પ્રભુજીને પાછળ કે આગળ નીચે નમાવીને બાદલું આદિ ન છાંટી શકાય. • સંપૂર્ણ સ્વચ્છ થાળીમાં કે સ્વચ્છ વસ્ત્ર પર પ્રભુજીને પધરાવીને આંગી કરી શકાય.
૫૩
Ja
due on linte national Private & Personal Use Only www.nelibrar