________________
પ્રભુભક્તિનાં સાધનોનો ઉપયોગ પોતાના માટે કરવાથી દેવદ્રવ્યના ભક્ષણનો મહાન દોષ લાગે છે. શક્ય હોય તો બટવાનો ત્યાગ કરવો.
અધમક્ષાની વસ્તુ પ્રભુજી સમક્ષ ન લઈ જવાય
બિસ્કીટ, પીપરમીંટ, ચોકલેટ, અભક્ષ્ય મીઠાઈ, જાંબુ, બોર જેવા અભક્ષ્ય ફળો, સુગંધ વગરના અથવા ખંડિત ફુલો, પાન મસાલા, વ્યસન ઉત્તેજક-વસ્તુ, દવાઔષધ-ટીપા-પૂજામાં ઉપયોગી ન હોય તેવી ખાવાપીવાની કે શરીરને સજાવવાની (Cosmatic Items) સામગ્રી કે અન્ય તુચ્છ સામગ્રી દેરાસરમાં ન લઈ જવાય. ફક્કા લઈ જવાથી અવિનયનો દોષ લાગે. ભૂલથી દેરાસર લઈ ગયા હોય, તો તે વસ્તુને પોતાના ઉપયોગમાં લેતાં પહેલા પૂ. ગુરુ ભગવંતની પાસે આલોચના લેવી જોઈએ.
( ૧૫ ) Jain Education InternationaFor Private & Personal use only www.jarnelibrary