________________
‘ભાવવાહી સ્તુતિઓ” • દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્, દર્શન સ્વર્ગ-સોપાન, દર્શન મોક્ષ-સાધનમ્. ૧. જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલ મહિ, કે નાથ સમ કો છે નહિ; જેના સહારે ક્રોડો તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૨. સંસાર ઘોર અપાર છે, તેમાં ડુબેલાં ભવ્યને, હે તારનારા નાથ ! શું ભૂલી ગયા નિજ ભક્ત ને; મારે શરણ છે આપનું, નવિ ચાહતો હું અન્યને, તો પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરો શા કારણે? ૩. જે દ્રષ્ટિ પ્રભુ દરિશણ કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીવે મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે દયને પણ ધન્ય છે. ૪. સુસ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો'ક ક્ષણે, હે જગતબંધુ ! ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિ પણે; જનમ્યો પ્રભુ તે કારણે, દુઃખ પાત્ર આ સંસારમાં, આ ભકિત તે ફળતી નથી, જે ભાવ શૂન્ય આચારમાં. ૫.
dation InternationaFor Private & B2-opal Use Only www.jainelibrary.org