________________
ફરીવાર પક્ષાલ કરી શકાય. નહિતર ન કરાય. ♦ પક્ષાલ થઈ ગયેલ હોય અથવા અંગલૂછણાં ચાલતા હોય કે થઈ ગયેલા હોય અથવા કેશર પૂજા આદિ પણ ચાલું થઈ ગયેલ હોય અથવા પોતે ચૈત્યવંદનાદિ ભાવપૂજા કરતા હોય ત્યારે ભગવાનને અંગૂઠે પણ પક્ષાલ ન જ
કરાય.
• વૃષભાકાર કળશથી પ્રભુજીનો પક્ષાલ કરી શકાય. • પક્ષાલ કરતી વખતે પબાસણમાં એકત્રિત થયેલ ‘ નમણ’ને સ્પર્શ પણ ન કરાય.
• પક્ષાલ કે પૂજા કરતાં મુખકોશ કે વસ્ત્ર કે શરીરના કોઈ પણ ભાગને સ્પર્શ ન જ કરાય.
• કળશ નીચે ન પડવો જોઈએ, પડી જાય તો ઉપયોગ ન થાય. ન્હવણ જલ ઉપર પગ ન આવે, તેમ કરવું.
• ન્હવણ જલને પ્રભુપૂજામાં ઉપયોગી બાગ બગીચામાં ન પરઠવાય. ન્હવણજલના સંયોગથી ઉત્પન્ન થયેલ ફુલડમરો આદિ ‘નિર્માલ્ય દેવદ્રવ્ય' કહેવાય. તેનો ફરીવાર ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય વળતર દેવદ્રવ્યમાં ભરવું. • ન્હવણજલ પરઠવવા માટે ૮ ફુટ ઊંડી અને ૩-૪ ફુટ લંબચોરસ કુંડી ઢાંકણ સાથે બનાવવી.
પંચામૃત કે દૂધનો અભિષેક ગભારામાં કે પ્રભુજીની
૪૨
Jain Edu ation Internation or Private & Personal Usenly www.jainelibrary.org