________________
પ્રભુજીને પક્ષાલની વિધિ અષ્ટપડ મુખકોશ બાંધી બન્ને હાથમાં કળશ પકડીને પ્રભુજીના મસ્તકથી પંચામૃત-દુધ આદિનો પક્ષાલ કરવો. પક્ષાલ કરતી વખતે સંપૂર્ણ મૌન ધારણ કરવું અને પોતાનો દેહ (આત્મા) નિર્મળ થઈ રહ્યો છે, તેવી ભાવના ભાવવી. પક્ષાલ વખતે શક્ય હોય તો રંગમંડપમાં રહેલા ભાવિકોએ ઘંટનાદ-શંખનાદ-નગારા આદિ વાજીંત્રો લયમાં વગાડે. પંચામૃત કે દૂધનો અભિષેક ચાલતો હોય ત્યારે પાણીનો ન કરવો. તે જ મુજબ પાણીના અભિષેક વખતે જાણવું. ' અભિષેક કરતી વખતે પોતાના વસ્ત્ર કે શરીરનો કોઈ પણ ભાગ કે કળશ, નખ આદિ કર્કશ વસ્તુ પ્રભુજીને ન સ્પર્શે, તેની કાળજી રાખવી. પક્ષાલ માટે અન્ય ભાવિકોને જોર-જોરથી બૂમ પાડી બોલાવવા, તે પ્રભુજીની આશાતના કહેવાય. પ્રભુજીની સુંદર આંગી રચાયેલ હોય અને તેથી વિશેષ સારી આંગી કરવાની પોતાની ક્ષમતા હોય તો સવારે પક્ષાલ કરેલ પ્રભુજીને બહુમાન ભાવપૂર્વક પધરાવીને
( ૪૧ hatonaFor Private & Personal use on
Jeinu
a jetek dary.org