________________
નિર્માલ્ય ઉતારવાની વિધિ • સ્વચ્છ થાળ પ્રભુજી આગળ રાખીને ખૂબ કોમળતા પૂર્વક ધીરતા રાખીને જીવ-જંતુની જયણા પૂર્વક ફૂલા
આદિ નિર્માલ્ય ઉતારવાં. • વાસી ફૂલવાળી થાળીને સુયોગ્ય સ્થાને મૂકીને ખોખુ
મુગટ-કુંડલ આદિ એક પછી એક ઉતારવાં. ખોખા-મુંગટ-કુંડલ-પાંખડા આદિ જમીન ઉપર ના
મુકતાં સુયોગ્ય પિત્તળના થાળમાં બહુમાન પૂર્વક મૂકવા. • સુકોમળ મોરપીંછથી પ્રભુજીના અંગોમાં શેષ બાકી
રહેલા નિર્માલ્યને ખૂબ ધીરતા પૂર્વક ઉતારવું. પબાસનમાં એકત્રિત થયેલ નિર્માલ્યને પ્રભુજીના સ્પર્શ વગર પંજણીથી એકત્રિત કરવું. વાસી ચંદન-કેશર ને કાઢવા અને સોના-ચાંદીના વરખ -બાદલાને કાઢવા પાણી વાટકામાં લેવું. તેમાં હથેળીને પાણીથી ભીની કરી ધીમેથી કેશર આદિ ઉતારીને વાટકામાં સંગ્રહ કરવો. સ્વચ્છ સુતરાઉ એક અંગલૂછણાંને સ્વચ્છ પાણીના વાટકામાં પળાડીને તે વસ્ત્રથી શેષ રહેલ ચંદન દૂર કરવું. પછી પક્ષાલ કરી નિર્માલ્ય કાઢવું. છતાં પ્રભુજીના અંગ-ઉપાંગમાં કેશર આદિ રહી જાય તો ખૂબ કોમળતાથી વાળાÉચીનો ઉપયોગ કરવો.
(૪૦) tona For Private & Persona
l
s
e IES