Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ અવળુ જોવું, ઈત્યાદિ કરવાથી આશાતના લાગે. • પૂજાની સામગ્રી સાથે રાખીને ખૂબ કાળજી પૂર્વક જયણાનું પાલન કરવા સાથે પ્રદક્ષિણા આપવી. પ્રદક્ષિણા ન આપવી અથવા એકજ આપવી અથવા અધુરી આપવી અથવા પૂજા કર્યા પછી આપવી, તે અવિધિ કહેવાય. પ્રદક્ષિણાના દુહા કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહિ પાર; તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતા થકાં, ભવ ભાવઠ દૂર પલાય; દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ; રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમસુખ હેત; જ્ઞાન વિના ગજ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૪ ચય તે સંચય કર્મનો, રિકત કરે વળી જેહ; ચારિત્ર નિર્યુક્તિએ કહ્યુ, વંદો તે ગુણ ગેહ. ૫ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી શિવદ્વાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. ૬ • પ્રદક્ષિણા બાદ ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી. 1 ૩૧ Jak Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124