________________
• ઉત્તમફળો (ઋતુપ્રમાણેના) નો થાળ દુહા-મંત્ર પૂર્વક
સિદ્ધશિલા ઉપર ફળ ચઢાવવું. • % અંગપૂજા અને અગ્રપૂજાના સમાપન સ્વરુપ ત્રીજી નિસીહ ત્રણવાર બોલવી. ભાવપૂજામાં પ્રવેશ કરવો. એક ખમાસમણ આપી ઈરિયાવહિયં...થી લોગસ સુધી કરી ત્રણ ખમાસમણાં આપવાં. યોગમુદ્રામાં ભાવવાહી ચૈત્યવંદન કરતાં પ્રભુજીની ત્રણ અવસ્થાનું ભાવન કરવું. શાસ્ત્રીય રાગો મુજબ પ્રભુગુણગાન-સ્વદોષગર્ભિત વાતો સ્તવન દ્વારા પ્રગટ કરવી. ચૈત્યવંદન પછી પચ્ચકખાણ કરવું. પાછળ-ધીમા પગે પ્રભુજીને પોતાની પૂંઠ ન દેખાય તેમ બહાર નિકળતાં ઘંટનાદ કરવો. દહેરાસરના ઓટલે પ્રભુજીની ભક્તિના આનંદને મમળાવવું. પ્રભુજીની ભક્તિનો આનંદ અને પ્રભુજીના વિરહનો વિષાદ સાથે રાખી જયણાપૂર્વકઘર તરફ પ્રયાણ કરવું. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો અને પૌષધાર્થી ભાઈઓબહેનોએ જ નિકળતાં ‘આવસહિ' બોલવું.
( ૧૩
Jain Education
a
l
Personen
ainelibrary.org