________________
• પોતાના વૈભવ અને મોભા અનુસાર આડંબર પૂર્વક ઋદ્ધિ સાથે સુયોગ્ય નયનરમ્ય પૂજાની સામગ્રી લઈને જ દહેરાસરે જવું.
• દર્શન કરવા જનારે પણ સુયોગ્ય સામગ્રી સાથે રાખવી. • પોતાના ઘરેથી લાવેલા લોટાના પાણીથી ખુલ્લી જગ્યાએ પગ ધોવા.
♦ સંસ્થામાં રાખેલ પાણીથી પગ ધોતાં પહેલા જમીન જીવજંતુ રહિત છે કે નહિ...' તેની ચોક્કસાઈ કરવી. ગાળેલું પાણી જ વાપરવું. વાસણ ઢાંકેલું રાખવું. ૦ પગ ધોતી વખતે એક-બીજા પગના પંજાને અરસપરસ ક્યારેય ન ઘસવા, તેમ કરવાથી પોતાનો અપયશ ફેલાય.
• ધોવાયેલ પાણી ગટર- નીલ- નિગોદ આદિમાં ન જાય, તેની પૂર્ણ કાળજી રાખવી.
• થોડાક જ પાણીનો ખૂબ સાવધાની પૂર્વક ઉપયોગ કરવો.
• જયણાપૂર્વક કરાયેલી સઘળીયે ક્રિયા કર્મ- નિર્જરામાં સહાયક બનતી હોય છે.
Jain Education Internationa For Private Personal Use Only www.jainelibrary.org