________________
ભાઈઓએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા. રહીને ચામર નૃત્ય કરવું. આરતી-મંગલદીવો અને શાંતિ-કળશ દેરાસરમાં ચાલતાં હોય તો તેમાં યથાશક્તિ હાજરી આપવી. મધ્યાકાળની પૂજાની જેમ અનુક્રમે અક્ષત-નૈવેદ્યફળપૂજા દુહા બોલવા સાથે કરવી. હાથરૂમાલ કે ખેસના છેડાથી ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી દ્રવ્ય પૂજાના ત્યાગ સ્વરૂપ ત્રીજી નિસ્સીહિ' બોલવી. ઈરિયાવહિયં કરીને ચૈત્યવંદન કરી પચ્ચકખાણ કરવું. પછી ખમાસમણ આપીને “અવિધિ આશાતના મિચ્છા મિ દુકન્ડ' મુરિવાળીને અવશ્ય બોલવું. દેરાસરથી નિકળતા પ્રભુજીને પૂંઠ ન દેખાય તેમ આગળ-પાછળ દષ્ટિ કરીને ઘંટ પાસે આવવું. ડાબા હાથને હદયના મધ્યસ્થાનમાં રાખી જમણા હાથે ત્રણવાર ઘંટનાદ કરવો. દેરાસરની બહાર ઓટલા પર બેસીને પ્રભુજીની ભક્તિને વાગોળવું અને પ્રભુજીના વિરહથી હૃદયને અપરંપાર વેદનાવાળા અનુભવી નિર્ગમન કરવું.
Jain Education internatiohaFor Private & Personal Use Only www.jainelibrary.org