________________
ઉપાશ્રયમાં પૂજ્ય ગુરૂભગવંત પાસે પચ્ચક્ખાણ કરવું. (સવારથી બપોર સુધી દર્શન કરનાર મહાનુભાવોએ ઉપર મુજબ વિધિનો ક્રમ જાળવવો. સાંજે કે સૂર્યાસ્ત પછી દર્શન કરવા જનારે કેશર તિલક, ત્રણ પ્રદક્ષિણા અને ઘંટનાદ અને દર્પણ-પંખો-અક્ષત-નૈવૈદ્ય-ફળ-પૂજા સિવાયની સઘળીયે વિધિ કરવી.)
ત્રિકાળ પૂજા
વિધિ
(૧) પ્રાતઃકાળની પૂજા : રાત્રિ સંબંધિત પાપોનું નાશ કરે. સ્વચ્છ સુતરાઉ વસ્ત્ર (સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ સિવાયના)ધારણ કરવા. બે હાથ, બે પગ અને મુખ સ્વરુપ પાંચ અંગની નિર્મળ જલથી શુદ્ધિ કરવી. એક સ્વચ્છ થાળીમાં ધૂપીયું+ધૂપસળી, ફાણસ યુક્ત દીપક, અખંડ અક્ષત (ચોખા), રસવંતુ નૈવેદ્ય, ઋતુ પ્રમાણે ઉત્તમ ફળ, વાસચૂર્ણ(ક્ષેપ) રાખવા ચાંદી-પીતળની ડબ્બી અને
એક ચાંદીની વાટકી સાથે લેવી.
જિનાલયે પહુંચતા પગ શુદ્ધિ કરી પ્રવેશ કરતા ‘પહેલી-નિસ્સીહિ' બોલવી. પ્રભુજીના મુખદર્શન થતાં ‘નો- જિણાણં’ અડધા કમરેથી નમીને બોલવું. પ્રભુજીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી હૃદયમાં સ્થાપન કરી ત્રણ પ્રદક્ષિણા
૫
Jain Educatieintererar or Private & Persona
rly www.jamelibrary.org