________________
જિન દર્શન વિધિ સુયોગ્ય વસ્ત્ર પહેરીને જિનાલયે ફક્ત દર્શન કરવા જનાર ભાગ્યશાળીઓએ વિધિ અનુસાર ક્રમસર દ્રવ્ય-ભાવ પૂજા કરવી જોઈએ. બર્મુડા-હાફપેન્ટ-સ્લીવલેસ-નાઈટી-મેક્સી આદિ ઉદભટ વસ્ત્રો પહેરીને જિનાલયે ન જવાય. • કુલબેગ-ઓફીસબેગ-કોમેટીક-પર્સ-મોજા-દવા
ખાવા-પીવાની વસ્તુ લઈને દેરાસરે ન જવાય. શક્ય હોય તો મોબાઈલનો ત્યાગ કરવો, નહિતર
મોબાઈલ ઓફ કરીને દેરાસરે જવું. • જોગીંગ દ્વારા પસીનાથી રેબઝેબ થયેલા વચ્ચે ન જવાય. • અશુદ્ધ મુખે કે મેલા કપડા પહેરીને ન જવાય. પ્રભુજીની ભક્તિ માટે યથાયોગ્ય વસ્તુ સાથે લઈને જવાય પણ ખાલી હાથે ન જવાય. ઘરથી જિનાલય દર્શન કરીને પરત ઘરે જ આવવાનું હોય તો પગરખા પહેરવા ટાળવા.
( ૧ )
Jain Education Internationafor privato
Dordenal Use Onlwww.jainelibrary.org