________________
૧૯૦૭ ] કોન્ફરન્સને સૂચના.
- ૧૧ ૩. કેટલાક ગામ અને શહેરોમાં દેરાસરે છે તેમાં કેટલેક ઠેકાણે ૧૦૦-ર૦૦. રૂપી આના ખરચ સારૂ લાંબી મુદતથી પ્રભુજી પણ દાખલ બેસી રહ્યા છે તથા કેઈ ઠેકાણે પ્રતીષ્ઠા કરી ગાદીએ બેસારવાના ફકત ખરચ સારૂ પણ દાખલ છેઅને તેની ઓરડીમાં બેસારેલા છે તે ઉપર ધુળ ગરે છે માટે તેવા ઠેકાણાઓને તપાસ કરાવી હરેક રીતે ખરચ જેગ કરી તેવા ગામો અને શહેરમાં પ્રભુ ગાદીએ બેસારવા જોઈએ ત્યારબાદ જીણું દેરાસર સુધરાવવાનો વિચાર રાખો જોઈએ,
૪ સાધુ સાધ્વી વિષે–આપણે સંવેગી સાધુઓને માનીએ છીએ અને તેઓ પોતાના તથા પરના આત્માનું કલ્યાણ કરવાને ઘર છોડી ભારે મુસીબત વેઠી સાધુઓ થયા છે. તેમાં કેટલાક દીક્ષા લેઈ એકલા ફરતા ફરી લોકોને ધુતી ખાય છે તેઓની આ ઠેકાણે વાત નથી પણ જે સાધુઓ જૈન ધર્મમાં પ્રખ્યાતિ ધરાવે છે તેમાંના કેટલાક મત પકડી તે મત છોડતા નથી ને પિતાને કે ખરો કરાવવા માગે છે. ગચ્છ ભેદની વાત તે કરતાજ નથી. પણ સંવેગી સાધુઓની ક્રિયામાં કાળદોષને લીધે ભેદ પડી ગયા છે–તે એ કે કેટલાક મુહપતિ વ્યાખ્યાન વખતે બાંધનાર અને કેટલાક નહીં બાંધનાર—કેટલાક પડીકમણામાં ત્રણ થાય ને ચાર બેય કેહેવાની તકરારવાળા-કેટલાક ચિથની સંવછરી ને કેટલાક પાંચમની સંવરી કરનાર, આવી તકરારોથી શ્રાવક મોટા હાનાને પ્રણામ કરે છે પણ સાધુઓ સામસામા મળે તો એક બીજાને વંદન પણ કરતા નથી ને આડું જેઈ ચાલ્યા જાય છે તે વાતચીતની શી આશા. આ વાંધા પદ્મવિજયને છેવટ રૂપવિજય મહારાજની હયાતી સુધી નહોતા તે હાલના બધા તેમના વંશનાજ છે તે તે પિતાના વડીલના કૃત્યથી વિરૂદ્ધ કેમ ચાલે છે, માટે સાધુઓમાં કનફરજો વિવેકબુદ્ધિથી સંપ કરાવે જોઈએ.
૫ વળી અગાડી મોટા વિદ્વાન મહાત્માઓ થઈ ગયા તેમણે સાધુએ કેમ વર્તવું તેના નિયમ બધેલા છે તેમાં એક નિયમ એવો છે કે સાધુએ પરદેશ જવા વિહાર કરે ત્યારે ઓછામાં ઓછા બે સાધુ સિવાય તથા ગુરૂણીજીએ ત્રણ ગુરૂજી સાથે સિવાય વિહાર કરે નહિ. છતાં તે નિયમને સુખે સમાધે શ્રાવકના રોટલા વગર મહેનતે મળે તેથી પાળવાની કોઈને જરૂર રહી નથી. દીક્ષા લીધી ને થેડી મુદત થઈ ગુરૂના તાબામાં પડીકમણું શીખ્યા એટલે સાધુ ને સાધ્વી મનમાં આવ્યું તે વખતે વિહાર કરે છે. તેને કોઈ પૂછતું નથી. તેથી સાધુ સાધ્વીની કેટલીક હલકાશ દેખાય તેનું સાધુ સાધ્વીને તેમજ શ્રાવકોને ભાનજ નથી કે આથી આપણા ધર્મની ખોટી વાત કરશે વળી દીક્ષા લેવા માણસને આપવી તેના નિયમ છે તે ધેવાઈ ગયા છે માટે હલ્લ દેશકાળ અનુસાર સંઘે વિચાર કરી નિયમ બાં