________________
જેને કેન્ફરન્સ હેર૯૭.
[ જાન્યુઆરી. • ૧. ગુજરાતમાં જે તીર્થો છે તેમાં પાલીતાણા, ભોયણી, સંખેશ્વરજી, માતર અને શ્રી તારંગાજી એ તીર્થોના વહિવટ ઠીક ચાલે છે, તેનો વહીવટ કરનારા શુદ્ધ મનના ને સારા સુજ્ઞ જ છે, પણ જુનાગઢના તીર્થની ભારે બેદાદી છે તે જૈન પિપર વાંચીને ભારે દીલગીર થવા જેવું છે તે વાતનો પ્રથમ બંદોબસ્ત થવું જોઈએ. તેના જુના નેકરે જે ખાઈબદેલા છે તે અને સ્વાથી ગામવાળા તેમાં બીજાનો પગ પેસારો થવા દેતા નથી માટે એવો ઠરાવ કરવાની હાલને હાલ જરૂર છે કે જેનનાં બધાં સાર્વજનીક તીર્થો ગામ તથા શહેરોનાં બધા દેહેરાસર, અપાશરા, ધર્મશાળાઓ, અને જીવ દયાના ખાતાં ઉપર શેઠ આણંદજી કલ્યાણજીની અમદાવાદની પેઢીના પ્રતિનિધીઓનું ઉપરીપણું છે, માટે જે કોઈ ઠેકાણેના તીર્થ, ગામ કે શહેરના દેરાસર વગેરે ઉપરના જે શુભ ખાતાઓના વહિવટ બરોબર ચાલતા નહી હોય તે શેઠ આણંદજી કલ્યાણજી, તેમની નજરમાં આવશે તે તેની પાસેથી તે વહીવટ તપાસી લેશે, અગર બીજા કેઈ લાયક ગ્રસ્થાને સપાવશે અગર તેમને જેમ ઠીક લાગશે તેમ કરવાને તે પેઢીના વહિવટદાર પ્રતિનિધીઓ મુખત્યાર છે, એવો ઠરાવ થવો. જોઈએ. મારવાડમાં આબુ, રાણકપુર, વરાણાજી તથા કેશરીયાજી વગેરે કેટલાક તીર્થોના વહિવટ બરોબર નથી, ને પૈસા વાણીયાઓ ઘરમાં જમે માંડીને તથા અનામત લઈને બેઠા છે. દહેરાસરની અશાતના સામું કેઈ જોતું જ નથી. - ૨. તીર્થો સંબંધી બીજું એ કે આપણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તે બધી જૈન કોમના ભરૂસાવાળું ખાતું છે તેની દેખરેખ રાખનારાઓ ધમ બુદ્ધિવાળા લક્ષાધિપતિઓ છે, તેના વિષે કોઈ રીતે વસવસો લેવા જેવું નથી. માટે જેનના બધા ધર્માદા વગેરે શુભ ખાતાની તીજોરીઓ તે પેઢીમાં રહે ને તે તીર્થો ખાતાને એક નેકર—એ તીર્થોને વાતે એક નેકર એવી રીતે રાખીને તે તીર્થોને ઘણોખરો . વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી મારફત થાય તો તે કામ સારી ચોખી રીતે ચાલે એટલે બધા તીર્થોના હીસાબ કિતાબ વગેરે ચોખા રહે. વળી તેની સાથે એ બધા તીર્થોએ વષના ૮ મહીનામાં એક બાહોશ ને હીસાબી માણસ ઈન્સ્પેકટર તરીકે ફરતો રહે તે ધર્માદો તીર્થો વગેરે ઘણી સારી સ્થિતિમાં આવે. દેવદ્રવ્ય બને ગડતો અટકે અજ્ઞાન લોકો કબજે કરી દુખી થાય છે તે દુઃખી થતા અટકે વળી બંદોબસ્ત વગરના તીર્થમાં જાત્રાળુઓ પૈસા આપતા નથી તે પણ ખુશી થઈને આપે. આ કામે ભેળવી લેવાને શેઠ આણંદજી કલ્યાણજીના હાલના વહિવટદાર પ્રતિનિધિઓ જોઈએ તેવી ખુશી નહી બતાવે તેનું કારણ તેના માથા ઉપર ઘણા ઘર કામના બોજા હોય, માટે આ બીજા તીર્થોની દેખરેખ રાખવાને તેમના હાથ નીચે સુખી, પુરસદવાળા અને ધર્મના રાગી સદ્ગડો ચુંટી કાઢી તેમની એક સબકમીટી કરાવવી જોઈએ તે કામ થયું માર ચાલશે.