________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાનેવારી . કન્યા વિક્રય, જૈન ધર્મના શિક્ષણને કમ, આપણી ઉન્નતિ કેમ થાય, જૈને
નાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ, સટે, સ્ત્રી કેળવણી, દીક્ષા, મદ્યપાન, વેશ્યાગમન, લગ્ન, આપણી રાજ્યદ્વારી સ્થિતિ, તીર્થયાત્રા, તથા મનુષ્યદેહ શાને છે માટે છે, એ દરેક વિષયે ફરીથી વાંચતા કંઈ નવું આપે તેવા છે.
ધાર્મિક સંસ્થાઓ સંબંધી સૂચના” લખનાર મી. લખુભાઈ ભાઈચંદ વડોદરા પોસ્ટ માસ્તર છે. અને તેમની જેવા કેળવાયેલા માણસો હેરલ્ડ વાંચવા, અને તેને સૂચના કરવા જે કૃપા કરે છે, તેને માટે હેરલ્ડ આભારી છે. ભવિષ્યમાં કે મહિતના, રાજ્યનિષ્ઠાને બાધ ન આવે તેવા વિષયો પર લખવા તેમને, અને તેમની જેવા અનુભવી અધિકારી વર્ગને નમ્ર વિનંતિ છે. ગ્રેજ્યુએટ ભાઈઓએ આ વર્ષમાં તદન ઓછી મદદ કરી છે. એમ જણાવતાં દિલગીરી થાય છે, પરંતુ આશા છે કે તે વાં પિતાની વ્યાવહારિક ઉપાધિઓમાંથી મુક્ત થયા પછી, તેમના હિતના સવાલ માટે કંઈ લખશે. અમારી તે આશા સફળ કરવા ગ્રેજ્યુએટને વિનંતિ છે.
લેખકેમાં મી. ઢઢા, ચુનીલાલ નાથુલાલ, મહાસુખરામ લક્ષ્મીચંદ, સીરિયલ બાપના, મહેતા અમૃતસિંહ, શોભાગમલ હરકાવટ, મી. અમરચંદ પરમાર, લહેરચંદ ચુનીલાલ, રાયચંદ કસળચંદ, રવજી દેવરાજ, ઘીંસીલાલ ગેલેચ્છા, શેભાગચંદ મેહનલાલ, પૂરણચંદ નાહર તથા માણેકલાલ વાડીલાલ, મુખ્ય છે. એ સર્વ લેખક ને અમે આભાર માનીએ છીએ. પગારદાર લેખક શાહ નરોત્તમ ભગવાનદાસ છે. તેણે યથાશક્તિ કામ કર્યું છે. અને તેમ કરતાં કોઈની લાગણી દુઃખવી હોય તે ક્ષમા ચાહે છે.
“જૈનેનાં જાહેરખાતાં”ના ચાલુ વિષયમાં માથાવેરો શબ્દ વાપરવામાં આવ્યો છે, તે ભૂલ થઈ છે, કારણકે પાલીતાણાની બાબતમાં સત્તા સમાન લેખાતા રામેહનભાઈ મગનભાઈએ અમને જણાવ્યા પ્રમાણે તે માથાવેરે છેજ નહિ. માત્ર આપણું રક્ષણ માટે રખોપુંજ છે. - કેળવણી તથા ધાર્મિક કેળવણી એ બન્ને માટે આ બીજા પુસ્તકમાં આવેલા લેખે શાંત ચિતે વિચારવા જેવા છે. તે વિના પિતાના ફરજંદેનું અને તેમનું શ્રય નથી.
લેખોની ઉદાર સહાય આપનાર ઉપલા લેખકેમાં મી. પૂરણચંદ નહાર બાબુસાહેબ રાયબહાદુર સીતાબચંદજીના પુત્ર છે. મી. ઢઢા કેન્ફરન્સના ઉત્પાદક છે. મી. સીરયમલ બાપના શાસ્ત્રીય તથા કાયદાની ડીગ્રી ધરાવનારા ઉત્સાહી ગ્રહસ્થ છે. એમની જેવા શ્રીમાન અને વિદ્વાન લેખકે કૃપા કરશે, એમ આશા છે.
આ નવા વર્ષમાં પણ બની શક્યું વાચન પૂરું પાડવા પરમાત્મા સામર્થ્ય આપે, એજ તે મહાશકિતને પ્રાર્થના છે.