________________
વિષયને સાદી ભાષામાં મૂકવા જતાં અનેક ખલના થવી સંભવિત છે. અતિ પ્રવૃત્તિવાળા ધંધ, અભ્યાસની ઓછાશ અને ખુલાસે મળી શકે તેવા સત્સંગને અલ્પ ભાવ અથવા અભાવ અને તેવા પ્રસંગ હાથ ધરવાની ઓછી કાળજીને લઈને આ નવીન પ્રકારના વિષયમાં દોષ થવા સંભવિત છે. જે લખવામાં આવ્યું છે તે જૈનના રોગથે પૈકી હરિભદ્રસૂરિને ચગદષ્ટિસમુચ્ચય, ઉપાધ્યાયજી શ્રીમવશેવિયજીની દ્વાચિંશદ્વત્રિશિકા, શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, શ્રી શુભચંદ્રગુણિને જ્ઞાનાર્ણવ વિગેરે પરથી તારવી વિચારી સમજીને લખ્યું છે. શાસ્ત્ર અનુકરણ કરવાની દૃષ્ટિ છેડી નથી; છતાં પ્રમાદ, છદ્મસ્થ સ્થિતિ અને વિષયને અલ્પ પરિચય ધ્યાનમાં રાખી દોષ માટે ક્ષમા કરી વિષયવચનમાં પ્રવૃત્તિ કરવા અને દેષ સુધરી શકે તેવી રીતે મારી સાથે રૂબરૂ અથવા પત્ર દ્વારા ચર્ચા કરવા વિજ્ઞપ્તિ કરી આ લઘુ લેખની પ્રસ્તાવના પૂર્ણ કરું છું. છેવટે આ લેખ બહુ વિગતથી તપાસી આપવા માટે પંન્યાસ શ્રી આનંદસાગર ગણિ તથા મારા કાકાશ્રી કુંવરજી આણંદજીને આભાર માની લેવાની આ તક હાથ ધરું છું.
મુંબઈ મનહર બિલ્ડિંગ ને ચાતીય ગિરધરલાલ કાપડિયા મૌન એકાદશી. સં. ૧૯૭૧