________________
: ૧૫ :
નિરંતર મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યમ્ય ભાવનાને ભાવનાર હોય છે. મૈત્રી આદિ ભાવનાનું સવરૂપ અન્યત્ર વિસ્તારથી બતાવ્યું છે તેથી અત્ર તે પર ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. પ્રસ્તુત વાત એટલી છે કે-યાન કરનાર પ્રાણી એ સર્વ ભાવનાને બરાબર વ્યવહારુ રીતે ઉપયોગ કરે છે, વિચારને પરિણામે અધ્યાત્મનિશ્ચય કરે છે અને વિષયમાં આસક્ત થતો નથી; પછી પિતાના સયાગને અનુકૂળ સ્થળ, આસનને નિર્ણય કરી ધ્યાનમાં પ્રગતિ કરે છે અને દુષ્યનને સર્વથા ત્યાગ કરે છે. સ્થળ અને આસનને નિર્ણય કરી ધ્યાનની પ્રતિજ્ઞા કરે છે તે વખતે પોતે અતિ વિસ્તારથી સંસારનું કવરૂપ વિચારે છે. તે જુએ છે કે સાંસારિક જોગ અનિત્ય છે, પ્રાયે દુઃખ દેનારા છે અને તેમાં સુખ લાગે છે તે પણ માત્ર માન્યતામાં જ છે, શરીર વ્યાધિથી ભરપૂર છે, કર્મ પીડા મહાદુઃખ ઉત્પન્ન કરનાર છે, માટે પ્રબળ પ્રયત્ન કરી ધ્યાનવજાવડે કર્મને નાશ કરવાની આવશ્યકતા છે. આવી અનેક રીતે પિતાની વર્તમાન અવસ્થા વિચારી આત્માને અને પીગલિક પદાર્થોને સંબંધ અનિત્ય સમજી, સગાઓ પર રાગ અને શત્રુ પર દ્વેષ થાય છે તેનાં કારણે અને તેનાં કડવાં પરિણામ જાણી લઈ સર્વ સાંસારિક ભાવે પર તેને તિરસ્કાર છૂટે છે અને અધ્યાત્મ પર અત્યંત રુચિ થવાથી તે તેની સન્મુખ પ્રયાણ કરતે જાય છે અને તેના પ્રબળ સાધન તરીકે સ્થાન કરે છે જેથી અસ્તવ્યસ્તપણે ભમવાની ટેવ પડેલ આત્મા એકાગ્ર વૃત્તિ ધારણ કરે, સવરૂપને નિર્ણય કરે અને સ્વમાં સ્થિર થાય. આ વિચાર કરીને ધ્યાનની પ્રતિજ્ઞા કરવાના