________________
૩ ૨૪૬ :
જૈન દૃÐિએ ચાગ
ના દેખાવથી નહિ, પણ તેની અસાધારણ શક્તિથી પ્રાણીના અંતરમાંથી પૂજ્યભાવ ઉશ્ર્વસે છે અને તેએની પૂજા કરવી એમાં જાણે પાતે પાતાની ફરજ બજાવતા હાય એમ અતઃકરણપૂર્વક સમજે છે. એ ઉપરાંત પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં વ્યાધિના ઉપદ્રવ, દુકાળ કે એવી કોઈ ઉપાધિ થતી નથી. વળી તીર્થંકરનામકર્મના ઉદયથી અષ્ટ મહાપ્રાતિહાર્ય નિરંતર સાથે રહે છેઃ પ્રભુની પછવાડે ભામંડળ ચાલે છે તેની પ્રભા સૂર્યની પ્રભા કરતાં પણ વિશેષ હાય છે અને તે સવ ક્રિશાને પ્રકાશ કરતુ હાય છે, સમવસરણમાં સુંદર અશાક વૃક્ષ હાય છે તે પ્રભુ વિહાર કરે ત્યારે પણ આકાશમાં ચાલે છે અને તેની ડાળીએ પવનથી ચાલ્યા કરે છે, દેવતાએ પુષ્પની વૃષ્ટિ સમવસરણમાં અને પ્રભુ વિચરે ત્યાં કર્યાં કરે છે, પ્રભુ દેશના દે છે ત્યારે તેમના સ્વરમાં દિવ્ય ધ્વનિના સ`ચાર દેવા તરફથી થયા કરે છે, પ્રભુ દેશના ઢે તે વખતે તેમ જ વિહાર કરે ત્યારે પશુ અને માજી ચામર વિજાયા કરે છે, અતિ વિશિષ્ટ પાપીઠવાળા સિંહાસન ઉપર પ્રભુ આસન કરે છે, પ્રભુ વિહાર કરે છે ત્યારે સિંહાસન પણ આકાશમાં ચાલે છે, આકાશમાં દેવતાઓ દુ'દુભિ વગાડે છે અને પ્રભુના મસ્તક પર ત્રણ છત્ર નિરંતર રહે છે. આ અષ્ટ મહાપ્રાતિહાર્યની અતિ અદ્ભુત શોભા બહુ આકર્ષક લાગે છે અને બાળ, મધ્યમ અને ઉત્તમ અધિકારી પર બહુ સારી જુદા જુદા પ્રકારની અસર કરે છે, પ્રભુ જ્યાં વિચરે છે ત્યાં પવન અનુકૂળ વાય છે, પ્રભુ વિચરે છે ત્યારે વૃક્ષ પણ નમતાં જાય છે, પ્રભુ જે પ્રદેશમાં વિચરે છે ત્યાં પ્રાણીઓ પેાતાનુ કુદરતી વૈર ભૂલી જાય છે અને સર્વ