________________
: ૨૪૪ :
જેની દષ્ટિએ યોગ યેગ્યતા પૂર્વધરને શક્ય છે. આ બન્ને ભેદમાં અવલંબન નામનું રહે છે અને તે કૃતવિચારનું હોય છે. જ્યારે ઉત્પાઇ, વ્યય, સ્થિતિ વગેરે પર્યાની એકગતાનું રહસ્ય ગદષ્ટિએ પષ્ટ દેખાય છે ત્યારે શુક્લધ્યાનને બીજો ભેદ પ્રાપ્ત થાય છે.
આ બીજો ભેદ પ્રાપ્ત થાય છે એટલે તેની છેવટની રિથતિ માં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કમેને સર્વથા ઉદય અને સત્તામાંથી નાશ થાય છે અને પછી તેને કેવલ્ય જ્ઞાન અને કૈવલ્ય દર્શન ઉત્પન્ન થાય છે. અહીં નિરાલંબનપણું પ્રાપ્ત થાય છે. પછી અનેક પ્રકારના પરોપકાર કરી અનેક જીને ઉપદેશ આપી તીર્થકરપણે અથવા જિન( સામાન્ય કેવળી) તરીકે આ લેકમાં વિચરી છેવટે અઘાતી કર્મો (વેદનય નામ, ગેત્ર અને આયુષ્ય)ને પણ ક્ષય કરવાની સ્થિતિએ તે આવે છે. જ્યારે આ પ્રાણું સામાન્ય કેવળી તરીકે હોય છે ત્યારે તેની જે સ્થિતિ થાય છે અને તે એગ સંબંધમાં તથા ધ્યાન સંબંધમાં કેવી રીતે વર્તતા હોય છે તે વિચારવા પહેલાં આપણે તીર્થંકરપણાની સદ્ધિને જરા ખ્યાલ કરી જઈએ.
કેવળ જ્ઞાનદર્શન આવરણીય કર્મોના નાશથી કૈવલ્ય જ્ઞાનદર્શન થાય છે ત્યારે અતીત, અનાગત અને વર્તમાન સર્વ વસ્તુઓના ભાવે તે પ્રાણી દરેક સમયે દેખે છે અને જાણે છે અથવા અન્ય મતે સમયાંતરે જ્ઞાનદર્શનને ઉપગ થયા કરે છે, એની સાથે પૂર્વ ભવમાં તીર્થકર નામકર્મને જે બંધ કર્યો
* બંધમાંથી તે પ્રથમ નાશ થયેલ હોય છે.