________________
ધ્યાન
૨૩૭ :
રીતે સાંસારિક સંબંધનું અસ્થિરપણું, વિષયનું વિરસપણું,
નેહનું માદકપણું, વસ્તુઓનું પલટણપણું અને કર્મનું વિપાક દેવાપણું એક બાજુએ બરાબર વિચારવું. મતલબ ટૂંકામાં પીગલિક બાબતેને સંબંધ બરાબર સ્વરૂપજ્ઞાનથી સમજ અને ચેતનજીની અચિંત્ય શક્તિ વિચારવી અને એ બે બાબત લક્ષ્યમાં રાખી યેગમાર્ગમાં એવી રીતે પ્રવર્તવું, સાધ્ય પર ચિત્તને સ્થિર કરવા પહેલાં આ બાબતને નિર્ણય એટલે સ્પષ્ટ રીતે કરો કે ભવિષ્યમાં અતિ મહેનત કર્યા પછી, અનેક પ્રકારના ત૫૪૫ કર્યા પછી પાછા પુદ્ગલાસક્તિમાં લેવાઈ ન જવાય અને આત્માને વિસરી ન જવાય. આટલા માટે પેગ ગ્રંથકારએ વારંવાર કહ્યું છે કે બુદ્ધિમાન પુરુષોએ તેનું જ ધ્યાન કરવું, તેનું જ અનુષ્ઠાન કરવું અને તેનું જ ચિંતવન કરવું કે જેથી જીવ અને કર્મને સંબંધ છૂટી જાય અથવા એ છે થતું જાય, એવી સ્થિતિમાં આત્માને મૂકી શકાય. આ ઉપરાંત ચિત્તને જેમ બને તેમ ચેતન સન્મુખ સાયપ્રાપ્તિ માટે ઉત્સુક અને પુદ્ગળસંગથી દૂર રહે તેવું કરવું અને તેને સાધ્ય સન્મુખ કરવામાં જેમ બને તેમ તે અવ્યાકુળ અને એકાગ્ર રહે તેમ કરવું. આવી રીતે શાંત મન જે કામ કરી શકે છે તે અચિંત્ય છે અને આ ધર્મધ્યાનના વિષયમાં ચિત્તની એકાગ્રતા કરવાની ખાસ જરૂર હોવાથી તેને આડુંઅવળું રખડવા ન દેવા માટે જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે ચેતનજીના અનંત ગુણે તેની પાસે રજૂ કરવા અને તેને પુદ્ગલસંગમાં રહેલ વિરસપણું સ્પષ્ટ રીતે બતાવ્યા કરવું. આ સાલંબન દયાનમાં જે જે વસ્તુનું આલંબન લેવું યોગ્ય લાગે