________________
જેની દષ્ટિએ વેગ તે સર્વ પ્રાપ્ત કરી શકાય તેવી સ્થિતિમાં પિતાની જાતને ઘણુંખરું મૂકી શકે છે પરંતુ તેથી સંસારવૃદ્ધિ થાય છે, પરિણામે આત્મિક બળની હાનિ થાય છે અને એવી ખરાબ રીતે ચેતનને સંસારમાં સરતે કરી દેવાય છે કે પાછા યોગ્ય માર્ગ પર આવતાં અને તે કાળ ચાલ્યો જાય છે. કેટલીક લબ્ધિ અને સિદ્ધિઓ એવી બાહ્ય રીતે આકર્ષક લાગે છે કે એના મેહમાં પડી જઈ પ્રાણી આવા અમૂલ્ય ધ્યાનને તેનું સાધન બનાવી દે છે. આ બાબતમાં બહુ વિચાર કરવાની જરૂર છે. એટલા માટે સાંસારિક બેગ ઉપભેગની કિંમત સમજી, તેને સુવર્ણની બેડી જેવા ગણી તેને પણ ત્યાગ કરવાનું સાધ્ય મુમુક્ષુએ ખાસ લક્ષ્યમાં રાખવાની બહુ જરૂર છે. પણ પ્રાણીઓ આ બાબતમાં લક્ષ્ય ન રાખવાથી પતિત થઈ ગયા છે અને અમૂલ્ય ખજાનાને માલ વગરના પદાર્થો પ્રાપ્ત કરવાની ઇચ્છામાં વેચી નાખી આખરે મહાપશ્ચાત્તાપ પામ્યા છે તેથી તેનાથી ચેતવાની બહુ જરૂર છે. બીજુ આ યત્રનાથ ચેતન એટલા સામર્થ્યવાળા છે, એને પ્રભાવ એટલો સુંદર છે, એની શક્તિ એટલી અચિંત્ય છે કે એ પિતાનાં અને જગતનાં બીજા સર્વ જીનાં સર્વ કર્મને એકલે હઠાવી શકે એને બરાબર લાઈન પર મૂકવામાં આવ્યું હોય તે એને કઈ પણ રીતે જરા પણ અડચણ આવતી નથી, એ જરા પણું વ્યાઘાત વગર આગળ વધતું જાય છે અને પિતાની શક્તિના સામર્થ્યથી આખા વિશ્વને પિતાના ચરણ આગળ લીન કરી શકે છે. એ આત્માની-ચેતનજીની શક્તિ કેટલી છે અને અત્યારે તે કેટલી દબાઈ ગઈ છે તે બરાબર લયમાં રાખવું. આવી