________________
દયાન
: ૨૩૫ ? યેયથી અભેદ વાળ હોય, જાણે સ્વયં સાક્ષાત્ શુદ્ધ સ્વરૂપી પરમાત્મમય હય, અમૂર્ત, નિશ્ચલ, નિષ્કલંક હોય એમ તેને લાગે છે અને એવી રીતે તે પરમાત્મમય દશા અનુભવે છે. આવી રીતે પૃથફભાવને ત્યાગ કરી પરમાત્મભાવ સાથે અનન્ય ભાવને પ્રાણી પામે છે અને તેને તે પ્રસંગે એકરૂપતાને-વાત્મસમાધિને સાક્ષાત્કાર થાય છે. કેઈ પણ પ્રકારના વિકલ્પ વગર તે વખતે તેને મનમાં થાય છે કે પિતે દેહરહિત પરમાત્મા છે,
કાલોકના સ્વરૂપને જેનાર છે, વિશ્વવ્યાપી છે અને સવભાવસ્થિત છે તથા વિકારથી રહિત છે. પરમપુરુષને આવી રીતે નિશ્ચલ મનથી, વિકલ્પ રહિતપણે ધ્યેયરૂપે સ્થાપન કરી ઉત્કૃષ્ટ અવલંબન આદરવાની વાત અત્ર જણાવી તે બરાબર વિચારી મનમાં સમજવા ગ્ય છે.
ઉપસંહાર અહીં ધર્મધ્યાનને વિષય પૂર્ણ થાય છે. દયાનના સંબંધમાં કેટલીક સામાન્ય બાબતે અહીં જણાવવી પ્રસ્તુત છે. વીતરાગનું ધ્યાન કરવાથી વીતરાગ થવાય છે અને રાગી દ્વેષીનું ધ્યાન કરવાથી રાગી દ્રષી કાર્યો કરવા વૃત્તિ થાય છે. જેવું સાધ્ય રાખ્યું હોય તેવી વૃત્તિ થાય છે, માટે કદિ પણ રાગીનું સાધ્ય રાખવું નહિ. બહુ વિચાર કરી તેને નિર્ણય કર અને તે નિર્ણયને અંતે અતિ વિશિષ્ટ ધયેય રાખવું. ધ્યાનની બાબતમાં જે એક વખત કુમાર્ગ પર ઉતરી જવાનું બની જાય છે તે પાછું સેંકડો વરસે પણ ઠેકાણે આવી શકાતું નથી. સાંસારિક હેતુ મનમાં રાખીને જેઓ ધ્યાન કરવામાં ઉઘત થઈ જાય છે એટલે કે વશીકરણ, ધનપ્રાપ્તિ, ઇદ્ર ચક્રવર્તીનું ઐશ્વર્ય વિગેરે લક્ષ્યમાં શખી જેઓ આ અતિ વિશુદ્ધ માર્ગ પર આદર કરે છે, તેઓ