________________
ધ્યાન
: ૨૩૩ : કરી જોઈએ છીએ એમ વિચારવું અને એમ કરતાં કરતાં ચિત્તમાં મૂર્તિને સ્થિર કરી દેવી–આ ત્રાટક વિશિષ્ટ પ્લાન કરવાનું પ્રથમ પગથિયું છે. એ બાબતમાં પ્રગતિ કરતાં કરતાં આગળ ઘણે લાભ થાય છે અને વિશિષ્ટ ધ્યાન આદરી શકવા માટે અધિકાર અને રેગ્યતા પ્રાપ્ત થાય છે. આ ધ્યાનમાં ધીમે ધીમે પ્રગતિ કરતાં નિરંતર અભ્યાસ કરવાથી સર્વત્ર સર્વ અવસ્થામાં એ જ રૂપસ્થ પરમેષ્ઠીને જોવાની ટેવ પડી જાય છે. આવા ઉત્કૃષ્ટ અવલંબનથી અને તેના ગુણગ્રામવડે રંજન થવાની ટેવથી મનની અત્યાક્ષિત અવસ્થા થાય છે અને પ્રાણી છેવટે તે ગુણ પ્રાપ્ત કરવાની હદ સુધી પહોંચી જાય છે અને પછી તેનામાં એટલી સ્થિરતા આવી જાય છે કે તે સ્વપ્નમાં પણ દયાનથી ચુત થતું નથી. આવા ત્રણ લેકના ઐશ્વર્યને પ્રાપ્ત થયેલા પરમાત્માના ગુણગ્રામમાં રંજન થતાં થતાં છેવટે તન્મયપણું પ્રાપ્ત થાય છે અને તે વખતે પોતાના આત્માને સર્વજ્ઞરૂપ થયેલે પ્રાણ અનુભવે છે. આ વીતરાગ સર્વજ્ઞ ભગવાનનું ધ્યેયરૂપે ભાવન કરવાનું રૂપથ ધયેય થયું.
રૂપાતીત ધયેય પસ્થ દયેયમાં ચિત્ત રૂપમાં સ્થિર થાય છે, ત્યાર પછી આગળ વધતાં અમૂર્તમાં ચિત્તને સ્થિર કરવાની જરૂર છે. ચિદાનંદમય, શુદ્ધ, પરમાક્ષરરૂપ અમૂર્ત આત્માનું સમરણ કરે તે રૂપાતીત ધ્યેય કહેવાય છે. રૂપાતીતને ધ્યેય કેમ બનાવી શકાય એવી શંકા સહજ છે, કારણ કે ધર્મધ્યાન સાલંબી છે ત્યારે રૂપાતીતનું આલંબન કેમ થઈ શકે? એના સમાધાનમાં એટલું કહેવાનું કે સિદ્ધવરૂપમાં જે ગુણે હેય તેને સમજી, વિચારી, તેઓની એક ભૂત અવસ્થા