________________
* ૪૦ :
જૈન દષ્ટિએ યોગ પ્રગતિ કરવાની ઈચ્છાવાળાને તે અતિ ઉપયોગી સાધન પૂરું પાડતું હોવાથી એના પ્રત્યેક વિભાગની બારિકીથી અવકના કરવી, ચર્ચા કરવી, સમજણ મેળવવી એ અતિ આવશ્યક છે. હવે ઉત્કૃષ્ટ આત્મસ્થિતિ બતાવનાર વિશિષ્ટ ધ્યાનને વિચાર કરીએ.
શુકલધ્યાન-શુકલધ્યાન ઉત્તમ સંઘયણવાળા શરીરથી જ બની શકે છે એમ કેટલાક યોગાચારને મત છે. મનની અહીં નિરુદ્ધાવસ્થા છેવટે પ્રાપ્ત થાય છે તે તેના ઉત્તરોત્તર ભેદ જેવાથી જણાશે. ધર્મધ્યાનમાં જ્યારે મન સ્થિર થાય એટલે રાગાદિ દૂર થાય, ઈદ્રિમાં પ્રવૃત્તિ થતી અટકે, વિષય ઉપર ચિત્ત જતું અટકે અને આખા સંસાર પર ભમતું મટી જાય, ત્યારે પછી આગળ પ્રગતિ થાય છે. મેહનો ત્યાગ કરી, વિવેક આદરી વૈરાગ્યભાવ ધારણ કરી, શરીર આત્માને ભેદ બરાબર સમજી ધર્મધ્યાનમાં જ્યારે સ્થિરતા થાય છે ત્યારે પછી ચેતન વિશિષ્ટ ધ્યાનમાં પ્રવેશ કરે છે. ક્યિા રહિત, ઈદ્રિયાતીત, ધ્યાનની ધારણાથી રહિત અને સ્વરૂપ સન્મુખ ચિત્ત થાય તેવા ચિત્તને “શુલ” કહેવામાં આવે છે. કષાયરૂપ મેલથી રહિત, પ્રથમમાં રક્ત ચિત્ત થાય તેને શુક્લ કહેવામાં આવે છે. આથી શુકલ શબ્દ બરાબર સાથે રીતે આ અર્થમાં વપરાયેલ છે. શુકલધ્યાનના પ્રથમ બે ભેદ છવાસ્થ યોગીને સંભવે છે અને છેવટના બે ભેદ ક્ષીણુદેષવાળા કૈવલ્યજ્ઞાનીને અંતાવસ્થાએ હેય છે. પ્રથમના બે ભેદમાં કઈ પણ વસ્તુનું અવલંબન લેવું રહેતું નથી પણ શ્રુતજ્ઞાનનું અને યોગનું અવલંબન રહે છે અને બાકીના બે ભેદમાં તે કઈ પણ પ્રકારનું આલંબન લેવું રહેતું નથી (જો કે ત્રીજા ભેદમાં