________________
: ૧૯૪ :
જૈન દષ્ટિએ યોગ રાખતાં નિર્લેપ રહેનાર હોય છે એટલે સ્થળ બાબતે સાથે તે એકાત્મ વૃત્તિ કદિ કરતું નથી. કામગથી તે વિરક્ત હોય છે, તેને અન્ય કેઈની સ્પૃહા હોતી નથી તે એટલે સુધી કે પિતાના શરીરની પણ તેને સ્પૃહા હોતી નથી. તે વૈરાગ્યસરોવરમાં નિમગ્ન થયેલે સંવેગવાન હોય છે, સમતા તેનાં દરેક કાર્યોમાં અને વર્તનમાં પ્રત્યક્ષ દેખાય છે, રાજા અને ગરીબને તે એક સરખા જુએ છે અને સર્વનું કલ્યાણ ઈચ્છે છે, સર્વ ઉપર અને ખાસ કરીને પાપી ઉપર કરુણ લાવનાર હોય છે, પીગલિક અથવા સાંસારિક સુખથી વિરક્ત હોય છે, મેરુ પેઠે નિષ્કપ હોય છે. ચંદ્રની પેઠે આનંદદાયક હોય છે, પવનની પેઠે નિઃસંગી હોય છે અને ઉત્તમ બુદ્ધિને ધારણ કરનાર હોય છે. આવી વૃત્તિવાળે મહાત્મા ધ્યાન કરવાને ચગ્ય છે. અહીં તેર લક્ષણ બતાવ્યાં છે જે ચિત્રપટ પરથી પણ જણાશે (પૃ. ૧૯૨). આ લક્ષણ બહુ વિસ્તારપૂર્વક બતાવવાનો હેતુ એ છે કે-ઘણી વખત ગમે તેવી સ્થિતિના માણસે ક્યાન કરવા અથવા તે દ્વારા આત્મવંચના કરવા કે બીજાઓને ફસાવવાને ડાળ કરવા લલચાઈ જાય છે. તેમ થતું અટકાવવાની ખાસ જરૂર છે અને તેથી કેવા પ્રાણીએ દયાનની શરૂઆત કરવી તે પ્રથમ બતાવ્યું છે. અધિકાર વગર આવા વિષયમાં પ્રવેશ કરવાથી ઘણી હાનિ થાય છે. જ્ઞાનાવમાં ધ્યાન કરનારનું લક્ષણ બતાવતાં કહે છે કે (ર૭–૩) ધ્યાન કરનાર જ્ઞાન, વૈરાગ્યથી સંપન્ન હોય છે, તેનાં ઈદ્રિય અને મન વશ થયેલાં હોય છે, તેની ચિત્તવૃત્તિ સ્થિર થયેલી હોય છે, તે મુમુક્ષુ હોય છે, ઉદ્યમી હોય છે, શાંત હોય છે, ધીર હોય છે અને