________________
જેને દષ્ટિએ યોગ અલના થાય, પાત થયા કરે તે સર્વ આ ચારિત્રમોહનીયને ઉદય સમજ. આયુષ્યકર્મ પૈકી દેવાયુ કર્મના ઉદયથી દેવગતિમાં ઉત્પન્ન થઈ ત્યાં અનેક પ્રકારનાં માની લીધેલાં સ્થળ સુખેને અનુભવ કરે છે, મનુષ્યગતિમાં આવી કાંઈક સુખ અને કાંઈક અસુખને અનુભવ કરે છે, તિર્યંચ આયુકર્મના ઉદયથી જળચર, સ્થળચર, ખેચર તેમજ વિલેંદ્રિય અને એકદિયમાંથી એક થઈ દુખને અનુભવ કરે છે અને નરકાયુના ઉદયથી કુંભીપાકદિ મહાતીવ્ર વેદના અને એકાંત દુઃખ અનુભવે છે. અનેક ગતિ જાતિમાં સુરૂપ, કુરપાદિ અનેક પ્રકારના પાયે ધારણ કરે તે સર્વ નામકર્મના ઉદયથી થાય છે. કીર્તિ, લેકપ્રિયતા, વકતૃત્વશક્તિ, રૂપવાનપણું, ઇદ્રિયપ્રાપ્તિ, શરીર બંધારણ વિગેરે અનેક વ્યક્ત રૂપે અને ગુણે આ નામકર્મથી પ્રાપ્ત થાય છે. એના ઉત્તર બહુ છે અને તે મનન કરીને ખાસ સમજવા ગ્ય છે. સારા ખરાબ ગેત્રમાં જન્મ પ્રાપ્ત કરવો તે સાતમા ગેવકર્મના ઉદયથી બને છે અને અમુક જગ્યાએ જન્મ લઈ ત્યાં ધન ધાન્ય, દાન શકિત, ભેગ ઉપગના પદાર્થો તથા શરીરશક્તિ પ્રાપ્ત કરવી ન બને એ સર્વ અંતરાય નામના આઠમા કર્મના ઉદયથી થાય છે. આવી રીતે આ આઠ કર્મો અને તેની ઉત્તર પ્રવૃતિઓ પ્રાણીને અનેક પ્રકારનાં સ્થળ અને માનસિક સુખદુઃખે અનુભવાવે છે–એવી કર્મના વિપાકની વિચારણા આ તૃતીય ધર્મધ્યાનના લોટમાં ચાલે છે. જેવી રીતે ઝાડનાં અપકવ ફળ પલાલાદિના સાગથી એકદમ પાકી જાય છે તેમ તપ વિગેરેના સાગથી અપકવ કર્યો પણ તેની સ્થિતિ પરિપકવ થયા પહેલાં ભગવાઈ જાય છે અને