________________
: ૨૧૬ :
* જૈન દષ્ટિએ યોગ રહેલા છ આત્મારામમાં રમણ કરે છે અને ત્યાંથી કદિ પણ તેઓની વિસ્મૃતિ થતી નથી. આવી રીતે અલેક અને ઊર્વલેકનું ધ્યાન આ ચતુર્થ ધર્મધ્યાનમાં કરે છે. આ બાબતમાં શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી અજિતનાથ ચરિત્ર( દ્વિતીયપર્વ)માં લગભગ એક હજાર શ્લેકે લખ્યા છે તે વાંચી જવાની ખાસ ભલામણ છે.
આ ધર્મધ્યાનના ભેદે પર વિચાર કરતાં વેશ્યાની અત્યંત શુદ્ધિ થાય છે અને એ સુંદર વૈરાગ્ય થાય છે કે તેને અનુ. ભવ કરવાથી જ તેને ખ્યાલ આવી શકે. એ સુખ અતીંદ્રિય હોવાથી સ્વસંવેદ્ય જ છે પરંતુ બહુ જ આનંદપ્રદ છે. એ ધર્મ, ધ્યાનના પરિણામે જીવ શુકલધ્યાન પામી મેક્ષે ન જાય તે દેવક તથા રૈવેયક વિગેરે દેવ સંબંધી અનેક પ્રકારનાં સુખે ભેગવી આનંદમાં જીવન ગાળે છે અને ત્યાંથી કાળ કરી, ઉત્તમ કુળમાં જન્મ લઈ સુંદર ભેગો ભોગવે છે. ત્યાર પછી વિવેક આદરીને સ્થળ સુખ અને આત્મીય સુખ વચ્ચેને તફાવત જુએ છે અને ધ્યાને આશ્રય કરીને કામગને ત્યાગ કરે છે અને શુભ ધ્યાનથી સર્વ કર્મને નાશ કરીને અવ્યયપદ પ્રાપ્ત કરે છે. આવી રીતે ધર્મ ધ્યાન બહુ જ ઉપયેગી હોવાથી તે ખાસ લક્ષ્ય ખેંચનાર છે. એ સાલંબન કયા છે એ આટલા વિવેચન ઉપરથી જોવામાં આવ્યું હશે, હવે પછી જ્યારે નિરાલંબી શુકલધ્યાન પર વિવેચન કરવામાં આવશે ત્યારે તેની અને ધર્મધ્યાનની વચ્ચે તફાવત શું છે? તે બરાબર સમજાશે. ધર્મધ્યાનના વિષયને જેન વેગકારોએ બહુ વિસ્તારથી ચર્ચે છે. શ્રીમાન હેમચંદ્રાચાર્ય દયેય વિશેષને અંગે તેના પિંઠસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા