________________
: ૨૨૮ :
જૈન દષ્ટિએ યોગ ઉપર રહેલું ચિંતવી, જાણે ક્ષણમાં તે પ્રતિપત્ર ઉપર જતું હોય, ક્ષણમાં આકાશમાં જતું હોય, ક્ષણમાં મનને અજ્ઞાનઅંધકાર દૂર કરતું હોય, જરા વારમાં તાલુપ્રદેશમાં પ્રવેશ કરતું હોય એવી રીતે તેનું ચિંતવન કરે. આ મહામંત્રના જાપની ધીમે ધીમે ટેવ પડવાથી ધ્યાનવિષયમાં ઉત્તરોત્તર બહુ પ્રગતિ થતી જાય છે, છ માસ સુધી એ પદનું દયાન કરતાં નિરંતર પિતે કૃતસમુદ્રમાં વિશેષ અવગાહન કરતો જાય છે, પછી એને મુખમાંથી ધૂમપંક્તિ નીકળતી જણાય છે, ત્યાર પછી વિશેષ અભ્યાસ કરતાં તેને એમ જણાય છે કે જાણે પિતાના મુખમાંથી અને ઉદરમાંથી અગ્નિની વાળા બહાર નીકળે છે, ત્યાર પછી એને અભ્યાસ ચાલુ રાખવાથી સર્વજ્ઞમુખકમળનું દર્શન થાય છે આવી રીતે વિશુદ્ધ દેવાધિદેવનું ધ્યાનમાં દર્શન કરી બહુ આનંદ પામી શ્વકર્મને નાશ કરતો જઈ આગળ પ્રગતિ કરી છેવટે સાધ્ય સુધી પહોંચી જાય છે.
આ ઉપરાંત અનેક રીતે વિદ્યાને જાપ થાય છે. કપાળમાં લિ નામની વિદ્યાને ધ્યાવવી. એનું મરણ કરતાં મનમાં બહુ આનંદ આવે છે, જાણે ચંદ્રમાંથી અમૃત ઝરતું હોય એવી શાંતિ લાગે છે અને સર્વત્ર સુખ જણાય છે. ચંદ્રકળાને કપાળમાં ધ્યાવવી, નાસામાં પ્રણવ(%)નું ધ્યાન કરવું, કઈ વાર શૂન્યનું ધ્યાન કરવું અને કઈ વાર અનાહતનું ધ્યાન કરવું. એ ઉપરાંત બે પ્રણવબીજની બન્ને બાજુએ માયાયુમ અને માથે હંસપદને જાય પણ બહુ ઉત્તમ ગણાય છે. ર છ છ ફ્રી ઇંસા અથવા હંસ પદને બદલે સોહં મૂકવાથી બહુ સુંદર યાન થાય છે.