________________
: ૨૦૦ :
જૈન દષ્ટિએ યોગ પણ તેની રવમાં સ્થિતિ થઈ શકતી નથી, એનું કારણ એની મૂઢાવસ્થા અને સ્થળ વરતુઓ ઉપરને રાગ છે. આવા પ્રાણીઓએ નિરાલંબન આત્મતત્વનું ચિંતવન કરવા પહેલાં વસ્તુધર્મનું ચિંતવન કરી સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ છે અને જ્યારે તે તે પ્રમાણે કરે ત્યારે જ તે લક્ષ્યમાંથી અલયમાં, સ્થળમાંથી સૂક્ષ્મમાં, સાલંબનમાંથી નિરાલંબનમાં પ્રવેશ કરી શકે છે. આવા પ્રાણીને માટે ધર્મધ્યાનના ઉપર્યુક્ત ચારે ભેદ બહુ લાભ કરનાર થાય છે એ તેનું સ્વરૂપ સમજવાથી જણાશે.
આજ્ઞાવિચય ધર્મધ્યાન આ આજ્ઞાવિયાદિ ધર્મધ્યાનના ચાર વિભાગોને શ્રીમાન હેમચંદ્રાચાર્ય ચતુર્વિધ ધ્યેયના પ્રકાર કહે છે. તેઓ પિંડસ્થાદિ ચાર ચેય જેનું સ્વરૂપ નીચે વિસ્તારથી વિચારશું તેને પણ ધ્યેય પ્રકાર કહે છે. આ સર્વ ધર્મધ્યાનના ભેદ હોવાથી સાલંબન ધ્યાન તરીકે એક જ કક્ષામાં આવી જાય તેમ છે તેથી ગમે તે પ્રકારે તેનું સ્વરૂપ વિચારવામાં પરસ્પર વિરોધ આવતું નથી. આજ્ઞાવિય ધર્મ ધ્યાનમાં રેગ્ય સ્થળે ચોગ્ય આસને બેસી સર્વજ્ઞ મહારાજની આજ્ઞાને અનુસરીને તત્વનું ચિંતવન કરવામાં આવે છે. વિચયને અર્થ અહીં વિચાર થાય છે. વરતુતત્વને સૂક્ષમ બોધ સર્વના વચનાનુસાર થાય અને જે વચન હેતુથી હણાય નહિ તેવાની વિચારણા અત્ર થાય છે. તીર્થંકર મહારાજ કદિ પણ અસત્ય બોલતા નથી, તેમને અસત્ય બોલવાનું કારણ (રાગદ્વેષ કે મેહ) નથી અને તેઓમાં ખરી આપતા રહેલી છે એમ તેઓના પરસ્પર અવિરેધી વચનથી જણાય છે. વીતરાગનું સ્વરૂપ સમજી, સર્વજ્ઞમાં તે ગુણ હતા એમ તેઓના ચારિત્રથી નિર્ણય કરી તેઓએ