________________
બહિરાત્મા-અંતરાત્મા *
: ૫ : રહે છે કે લગભગ તેની ચેતના જાણે ઊંઘી ગઈ હોય એમ સાધ્યસાધન કરનારાઓને સ્પષ્ટ જણાય છે. દેહાત્મબુદ્ધિ એનામાં એટલી બધી હેય છે કે તે પોતાના શરીરને જ આત્મા સમજે છે, શરીરને સુખ-દુઃખ થાય તે તે પિતાને થયું એમ સમજે છે, શરીરથી અન્ય પ્રાણીઓના આત્માને પર સમજે છે, પુત્ર તથા અંગનાને પિતાનાં સમજે છે, ધન વિગેરે પિતાના તાબામાં રહેલા પદાર્થ ઉપર સ્વબુદ્ધિ ઉત્પન્ન કરે છે અને તેવી બુદ્ધિને પરિણામે સંસારસ્થિતિનાં બીજ તે નિરંતર વાવ્યા કરે છે અને પછી તેનાં જે ફળ બેસે છે તે સર્વે તે સહન કરે છે. આ બહિરાત્મભાવ ત્યાગ કરી આત્મામાં આત્મબુદ્ધિ રાખી જેઓ વિકાસક્રમમાં આગળ વધેલા હોય છે તેવા આત્માઓને અંતરાત્મા કહેવામાં આવે છે. એ દશામાં વર્તતા તેનામાં “મારકન
રમg”િ એવી હોય છે કે પછી તેને અંતરાત્માદશા લક્ષણ બાહ્ય રૂપ, રંગ, વૈભવવિલાસમાં આનંદ
લાગતું નથી, તે સ્વસંવેદ્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેને પિતાની અગાઉની બાહ્ય ક્રિયાઓમાં કેટલો ભ્રમ હતે તે જણાઈ આવે છે, આત્મસ્વરૂપ બરાબર જાણવામાં આવે છે, આત્માની અચિંત્ય શક્તિ અને તેના અનંત ગુણોને ખ્યાલ આવે છે અને તેનામાં એક એવા પ્રકારની શાંતિ આવી જાય છે કે જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ થઈ પડે. એ અંતરાત્મદશામાં વર્તતા જ વિકાસક્રમમાં ઘણું વધતા જાય છે અને તેમાં તેટલા માટે જુદા જુદા વિકાસક્રમના સંપાન પર સ્થિતિ જોવામાં આવે છે. આ અંતરાત્મદશામાં વર્તતા ચેતનેનું સાયસ્થાન પરમાત્મદશા છે. એ દશામાં વર્તતા ચેતન