________________
: ૧૦૦ :
જૈન દષ્ટિએ યોગ
પ્રાણીઓનું અને સંબંધનું પરપણું વિચારવાનું અન્ન સ્થાન છે.
પરમાં આસક્ત, પરભાવમાં રમણ કરનાર પ. અન્યત્વ ભાવના ચેતન અનેક પ્રકારના સ્વાર્થમાં જોડાઈ
જાય છે અને પરને સ્વ માની બેસે છે, જેને માટે અનેક હેશ થાય છે, જેને માટે અનેક આશા બાંધવામાં આવે છે, જેની હોંશથી ઈચ્છા કરવામાં આવે છે, જેની બીક રહે છે, જેને દેખવાથી આનંદ થાય છે, જેને માટે અનેક પ્રકારના શાચ થાય છે એ સર્વ પર છે, પારકા છે, અનેરા છે, એમાં તારા કેઈ નથી અને એની ખાતર એટલે અંશે તું તારી જાતને ભારે કરે છે તેટલે અંશે તું ભૂલ કરે છે. તીર્થસ્થાનમાં મેળ મળે, નાટકમાં જેનારા મળે અને જેમ મેળે કે ખેલ પૂરા થતા સર્વ વીખરાઈ જાય તેમ અહીંને મેળાપ પણ છૂટે પડી જવાને એ નિર્ણત હકીકત છે. આપણે અનેકને ચાલ્યા જતા નજરે જોયા છે. જેની સાથે રમ્યા, પેલ્યા, હસ્યા, બોલ્યા તેને ચાલ્યા જતાં આપણે જોયા છે. પૃથ્વીને કંપાવનાર અને અનેક પ્રકારના પછાડા મારનાર ચાલ્યા ગયા. જેને આપણું માનતા હતા તેનું શું થયું તે પણ આપણે જાણતા નથી. નજીકના પ્રેમી પણ સ્વાર્થને સંઘટ્ટ થતાં કેવા શત્રુ થઈ બેસે છે, ભાઈઓ પરસ્પર કેવા એક બીજાના ગેળાનાં પાનું હરામ કરે છે, મિત્રે કેવા દુશમન થઈ જાય છે એ અનુભવને વિષય છે. વાત એક જ છે કે જે પોતાના નથી તેને પોતાના માનવાથી છેટા પાયા ઉપર રચેલ ઈમારત ટકતી નથી અને આખરે પસ્તા કરાવે છે. અન્યભાવ વિચારી, અનુભવને આશ્રય કરી શ્વમાં રહેલ સુખ પ્રગટ કરી સમજવા છે,