________________
નિયમ
૧ ૧૫૩ ૪ વામાં આવે અને ગમે તેટલા ભેગે તેને અનુસરવા દૃઢ વિચાર કરવામાં આવે તે બનેલા બનાવ વખતે થયેલ વિશુદ્ધ ચિત્તસ્થિતિનું સાર્થક્ય થાય છે અને કરેલ નિર્ણને અનુસરવામાં આવે તે જીવનયાત્રા સફળ થાય છે. આવા નિયમને વળગી રહેવા માટે દેવ ગુરુ સમક્ષ જાહેર રીતે વિશિષ્ટ જ્ઞાનસામર્થ્ય વાન મહાપુરુષોએ બતાવેલા અપવાદના પાઠ સાથે સૂત્રઉરચારણા કરીને નિર્ણય કરે તેનું નામ “પચ્ચખાણુ” કહેવામાં આવે છે અને એ પરચખ્ખાણ આત્માની ઉત્કાન્તિમાં અતિ અગત્યનો ભાગ ભજવે છે.
હવે આપણે ગુણવતે પર વિચાર કરીએ. તે પ્રસંગે એટલું જણાવવું અહીં પ્રસ્તુત છે કે-આ યમ અને નિયમને અંગે પચ્ચખાણને જે વિધિ આ પેગમાર્ગમાં બતાવ્યા છે તે તેના આંતર આશય સાથે બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા ગ્ય છે. વતપરચખાણ કદિ બળાત્કારે લેવાતાં નથી અને તેવી રીતે લેનાર આપનારને ભવિષ્યમાં લાભ થવાનો સંભવ પણ બહુ જ ઓછો છે, પરંતુ સ્વેચછાથી અમુક નિર્ણય કરી તેના પર ધર્મનું સીલ કરવામાં આવે એટલે દેવ, ગુરુ અને આત્મા સમક્ષ કઈ પણ બાબતને અંગે નિયમ-પચ્ચખાણ કરવામાં આવે તે તેથી જ બહુ લાભ થાય છે. મહાકષ્ટને પ્રસંગે પણ નિયમ છેડતાં અથવા તેને ત્યાગ કરતાં બહુ વિચાર થાય છે અને ઉક્ત રીતે લીધેલ નિયમ ટકી શકે છે અને એવી રીતે આત્મિક ઉલ્કાન્તિમાં પરચખાણું એક અગત્યને ભાગ ભજવે છે. જ્યારે વિપત્તિમાં પણ નિયમને વળગી રહેવાની ચીવટ બતાવવામાં આવે ત્યારે ચેતનના વિશુદ્ધ ગુણે વધારે પ્રગટ થવા માંડે એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી.