________________
: ૧૬૦ :
જૈન દષ્ટિએ યોગ કવી છે વિગેરે પ્રશ્ન ઉપસ્થિત કરી વાત લંબાવવી-એ સર્વ નિષ્કારણ પાપ છે, મનને દૂષિત કરનાર છે અને પરિણામે કોઈ પણ પ્રકારના લાભ કરનારાં નથી. આવાં પાપ આખા દિવસમાં પ્રાણ બહુ વહેરે છે. આ અનર્થદંડ ત્યાગમાં મુખ્ય ચાર બાબતે પર ધ્યાન રાખવાનું છે. આર્ત રૌદ્રધ્યાનને ત્યાગ કરે એ પ્રથમ ઉપયોગી વાત છે. એના પર હવે પછી ધ્યાનના વિષયને અંગે વિચારણા કરવાની હોવાથી અત્ર તે પર કાંઈ ઉલેખ કરવામાં આવ્યું નથી. પાપપદેશ એ બીજો વિષય છે, એમાં આરંભનાં કાર્યો કરવા નવી મિલે કાઢવા, નવી દુકાને ઉઘાડવા, નવી મોટરે ખરીદવા, નવાં મકાને બાંધવા વિગેરેને ઉપદેશ આપે, તે માટે સલાહ આપવી તરક ભાષણ આપવાં-ઈત્યાદિને સમાવેશ થાય છે. ત્રીજું અનર્થદંડનાં અધિકારણે સાધને જેથી પ્રાણીની હિંસા થાય તે દાક્ષિણ્યને લીધે અન્યને માગ્યાં આપવાને ત્યાગ કર. ઘંટી, દાતરડાં, ખાર ણીયા વિગેરે હોય તે અન્યને આપવાથી તેને ઉપગ હિંસામાં જ થાય છે તેથી આવા હથિયારો વસાવવાં નહિ અથવા તેને દુરુપયોગ થવા દે નહિ. ચેથા પ્રમાદાચરણમાં નાટક જેવાં, કામશાસ્ત્રનાં પુસ્તકે વાંચવાં, જુગટું રમવું, ગંજીપે ખેલ, મધ પીવું, જલક્રીડા કરવી, કેકેટના મેદાનમાં જોવા જવું, સરકસમાં પ્રાણુઓ હેરાન થાય તે જોવા જવું, સાઠમારી લડતા પ્રાણીઓને જોઈ આનંદ પામે, કુકડા વિગેરેને લડાવવા, ઘણે વખત ઊંધ્યા કરવું, દિવસે ઊંઘવું અથવા જ્યારે તક મળે ત્યારે ઊડ્યા કરવું–આ સર્વ અનર્થદંડ છે. એ સર્વને ત્યાગ કર. ઉપયોગ વગરની સ્થિતિને લઈને આ ભૂલ થાય છે અને જરા