________________
આસન
': ૧૬૭ , બદલે સુખાસન નામ આપે છે અને દંડાસનનું નામ આપતા નથી. એ ઉપરાંત લક્ષણ બતાવ્યા વગર આમ્રકુજાસન, કચાસન, હંસાસન, અશ્વાસન, ગજાસન વિગેરે નામો ચાગશાસ્ત્રની ટીકામાં આપ્યાં છે. આસનની હકીકત લખ્યા પછી સ્પષ્ટ રીતે કહે છે કે-જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે દયાનને સાધનારું આસન સમજવું. ગપ્રક્રિયામાં જેઓ આગળ વધી ગયા હોય છે તેઓ તે ગમે તે આસને આત્માનું ધ્યાન કરે છે પણ પ્રાથમિક સ્થિતિમાં આસનની જરૂર છે, પરંતુ તેને એકસરખે નિયમ નથી. આસન અને સ્થાન પસંદ કરવામાં પિતાની અનુકૂળતા વિચારવાની છે. જે સ્થાનકે બેસવાથી ચિત્તની સ્થિરતા થાય અને એકાગ્રતા થઈ શકે ત્યાં બેસવું અને ત્યાં બેસવાની સાથે ઇન્દ્રિયની ચપળતા ન થાય એવી રીતે બેસવાને વિચાર રાખ. સ્થાન અને આસનના સંબંધમાં ભેગાચાર્યોએ કેટલીક ભલામણ કરી છે તે જે બની શકે તે અનુસરવી અને તેવા પ્રકારનાં આસનસ્થાન
પિતાને માટે મેળવવા વિચાર કરી લે. સ્થાન-ક્ષેત્રની સિદ્ધક્ષેત્ર, પર્વતની ઉપરને શાંત ભાગ, યોગ્યતા દરિયાકાંઠે, અરણ્યને સુંદર પ્રદેશ, જીર્ણ
ઉદ્યાન, નદીને સંગમ વિગેરે સ્થાને પસંદ કરવાથી ચિત્તની અસ્થિરતાનાં કારણોને નાશ થાય છે, તેવી જ રીતે પયંકાસન વિગેરે સિદ્ધ આસને બેસવાથી અનેક મહાત્માઓ આત્મારામને સાધી શક્યા છે તેથી આવાં સ્થાન, આસનને સાધવાં અને તેની વ્યવસ્થા વખતે એને પસંદ કરવાના નિયમે લક્ષ્યમાં રાખવા. જ્યાં રાગદ્વેષના પ્રસંગે ઓછા હોય, જ્યાં બહુ માણસોને