________________
: ૧૮૦:
જૈન દષ્ટિએ વેગ ૬ ધારણ યેગના આ છઠ્ઠા અંગના સંબંધમાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય બહુ સંક્ષેપમાં ઉલ્લેખ કરે છે. પેટદેશ પર ચિત્તને સ્થાપના કરી ત્યાં તેને એકાગ્ર કરવું તેનું નામ ધારણા છે. (૩-૧) ભાગવાનું પતંજલિની ધારણા શબ્દની આ વ્યાખ્યા સ્વીકારાયેલી છે. ધારણાના દેશની ચર્ચા કરતાં તેના બે વિભાગ બતાવવામાં આવ્યા છેઃ બાહા અને અત્યંતર. બાહ્ય પદાર્થોમાં સગુણ ઈશ્વરનું ધ્યાન કહે છે અને અત્યંતરમાં નાસિકા, જિલ્લા તથા સપ્ત ચકોની વ્યવસ્થા બતાવે છે. આધાર ચક્ર, સવાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક અને અજરામર ચક્રનું સ્વરૂપ બતાવી તેને પ્રવેગ સદૂગુરુ પાસેથી શીખી લેવાની ભલામણ કરે છે. પાતંજલદર્શનના ત્રીજા પાદના પ્રથમ સૂત્રનું વિવેચન વાંચી જવાની અત્ર ભલામણ કરવામાં આવે છે, કારણ કે એ વિષય જરા લંબાણ છે અને ગુરુમુખના જ્ઞાન વગર માત્ર અહીં લખી નાખવાથી સમજાય તેવું નથી. ધારણ દેશને નિશ્ચય કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય નાભિ, હૃદય, નાસિકાને અગ્રભાગ, કપાલ, ભ્રકુટિ, તાલુ, આંખ, મુખ, કાન, અને મરતક એટલાં સ્થાને બતાવે છે. એને માટે નિયમ એવે છે કે-જેમ ધનુષ્યને પ્રવેગ શીખનાર માણસ પ્રથમ સ્થળ વિષયને લય કરે છે અને ઉત્તરોત્તર સુક્ષમ તરફ વધતું જાય છે, તે પ્રમાણે અહીં પ્રથમ બાહ્ય વિષયમાં મૂર્ત પદાર્થને દયેય કરી ધારણા કરવી અને તેમાં જ્યારે સિદ્ધિ થાય ત્યારે આગળ પ્રગતિ કરી અંતરમાં ચેતનને સાક્ષાત્કાર થાય તેવી રીતે પૃથક પૃથક સ્થાનકેથી તેને દયેય કર. સાલંબન ધ્યાનની