________________
: ૧૮૬ ૨
જૈન દૃષ્ટિએ ચાણ
અર્થ વગરના માનસિક પ્રયાસમાં કેટલા હેરાન થાય છે તેના ખ્યાલ કરીએ અને ખરાખર અવલેાકન કરીએ તે ખરેખર આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું પરિણામ માનસિક ચિત્રપટ પર રજૂ થાય છે. વળી જે વસ્તુ મળવી અશક્ય કે દુઃશક્ય હાય તેને મેળવવાના વિચાર કરી આ પ્રાણી વધારે હેરાન થાય છે, કાઇ રીતે સતાષ થતા ન હેાવાથી નવી નવી કલ્પનાએ દરરાજ કરે છે અને એવી ધમાધમ કરી મૂકે છે કે જાણે તેને અહીંથી કોઇ દિવસ ખસવાનુ' હાય જ નહિ. ભિખારી હોય છતાં ચક્રવર્તી જેવા રાજ્યની ઈચ્છા કરે છે, દશ રૂપિયાના પગારદાર કરાડાની લાલચ કરે છે—આવી ધારણાઓને અંગે પાછા મનમાં એવા એવા તરગે ચલાવે છે કે તેના છેડા જ આવતા નથી. શાસ્ત્રકાર એટલે સુધી કહે છે કે–સાંસારિક બાબતમાં આવી રીતે અશાચ દુર્માંન થાય છે એટલું જ નહિ પણ જે પ્રાણી શુભ ક્રિયા કરી તીર્થંકરપદ પ્રાપ્ત કરવા ઈચ્છા રાખે છે અથવા તેથી પાતાના બાહ્ય શત્રુસમૂહના ઉચ્છેદ કરવા વિચાર કરે છે કે શુભ ક્રિયાદ્વારા માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ધારણા રાખે છે તે પણ આ જ દુર્ધ્યાનમાં આવે છે. શુભ ક્રિયાનાં ફળ તરીકે અમુક વસ્તુ પ્રાપ્ત થઈ જવી એ જૂદી વાત છે અને મનમાં અમુક પૌલિક ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અમુક
* આત્તધ્યાનના ખીજો વિભાગ જે વિષયના અવિયોગ નામે છે તેમાં આ બાબતને સમાવેશ કેટલાક કરે છે, ભવિષ્યત્ ભવતે અંગે આવતા વિચારા કે જેને નિયાણું કહેવાય છે તેને ચેાથે વિભાગ ગણે છે. એવી રીતે વિભાગ પાડવા તે પ્રત્યેકનાં લક્ષણ સાથે વધારે બંધબેસતા આવે છે.