________________
ધ્યાન
: ૧૮૭ : ક્રિયા કરવી એ જુદી વાત છે. આ અગ્રણેચ આર્તધ્યાન બહુ હેરાન કરનાર છે અને ઘણાખરા પ્રાણુઓ લાભાલાભને વિચાર કર્યા વગર તેના ભંગ થઈ પડે છે એ પ્રત્યેકને દરરોજના અનુભવને વિષય છે. આ ચારે આર્તધ્યાન એવાં છે કે એને કરવા માટે કઈ પાસે શિક્ષા લેવા જવી પડતી નથી, અનાદિ અભ્યાસને લીધે પ્રાણ જાણે તે શીખીને જ જમેલ હોય છે અને એના સંસ્કાર એટલા જબરા પડેલા હોય છે કે ખાસ તેને દૂર કરવા માટે પ્રબળ પ્રયાસ ન કરે તે તે કદિ ખસી જતા નથી અને ખસે નહિ ત્યાં સુધી આ પ્રાણીને સંસારસાગરમાં ફેરવ્યા કરે છે અને અનેક પ્રકારે કર્ણયાતના આપી તેને ઊંચે આવવા દેતા નથી. આર્તધ્યાનમાં શંકા, શેક, ભય, પ્રમાદ, કલહ, ચિત્તભ્રમ, ભ્રાંતિ, ઉન્માદ, વિષયઉત્કંઠા, નિદ્રા, જડતા, મૂરછ વિગેરે મેહનાં ચિહ્નો સ્પષ્ટ રીતે થાય છે. એ દુર્યાનના પ્રત્યેક વિભાગે બહુ સ્પષ્ટ રીતે લક્ષ્યમાં રાખી સમજવા એગ્ય છે. એના પરિણામે પ્રાણી ઘણું કરીને તિર્યમ્ ગતિમાં ભટક્યા કરે છે.
રૂદ્ર (કૂર) આશયથી ઉત્પન્ન થતા દુષ્યનને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. દૂર આશયવાળા પ્રાણીને રૂદ્ર કહેવામાં આવે
છે, તેણે કરેલું તે રૌદ્ર અથવા રૂદ્ર પ્રાણીને રૌદ્રધ્યાન કર્મભાવ તે રૌદ્ર કહેવાય છે. એના પણ
ચાર ભેદ છે જે આપણે સંક્ષેપથી વિચારી જઈએ. પ્રથમ હિંસાનંદી રૌદ્રધ્યાનમાં અન્યના પ્રાણ લેવાના કૂર પરિણામ વર્તે છે. કેઈ પ્રાણીને પીડા થાય, કદર્થના થાય, દુખ થાય, પ્રાણનાશ થાય એ જોઈ આનંદ આવે અને પિતાથી અથવા પરથી અન્યના પ્રાણનાશની સામગ્રી ગઠવવામાં આવે