________________
: ૧૮૪ :
જૈન દષ્ટિએ યોગ વર્તતી વખત મનમાં જે અનેક ખ્યાલ, ખેદ, આહટદેહટ થયા કરે છે તે સર્વને આ પ્રથમ વિભાગમાં સમાવેશ થાય છે. એમાં અનિષ્ટના વિયેગનું ચિંતવન થયા કરે છે અને તે માટે ઘટના કરવા મનમાં ધમાધમ ચાલે છે તે સર્વને અત્ર સમાવેશ થાય છે. ઐશ્વર્ય, સ્ત્રી, પુત્ર, અધિકાર, મિત્ર વિગેરે ઈષ્ટ વસ્તુઓને તથા જીવને વિગ થતી વખત અથવા થયા પછી મનમાં જે દુર્યાન ચાલે છે તેને અષ્ટવિયાગ આર્તધ્યાન કહેવામાં આવે છે. મેહથી ત્રાસથી, શેકથી કે સંભ્રમથી આવા ઇષ્ટવિગપ્રસંગે પ્રાણી જે વર્તન કરે છે તે અવલોકન કરનારને અતિ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું હોય છે. સાંભળવાથી, દેખવાથી અથવા જાણવાથી કે જેવાથી જે વસ્તુ આનંદ આપતી હોય તે પીગલિક વસ્તુઓ કઈ પણ કારણથી દૂર થાય અથવા તેને તજવી પડે કે તેને નાશ થાય અથવા પોતાના સંસારી સંબંધીઓને ટૂંકા વખત માટે અથવા સર્વથા વિયેગ થાય ત્યારે મનની જે સ્થિતિ થાય છે અને પછી તેને સંગ થઈ શકતે હોય તે તેમ કરવા માટે જે વિચારપરંપરા થાય છે અને ન થઈ શકતો હોય તે જે ખેદ-શોક થાય છે તે સર્વને આ ઈછવિયોગ વિભાગમાં સમાવેશ થાય છે. આ ઈષ્ટવિયાગ અને પૂર્વના અનિષ્ટસંગ વિભાગમાં જનસમૂહની મેટી પ્રવૃત્તિ સમાઈ જાય છે અને બરાબર જેવાથી જણાશે કે-આ બે પ્રકારનાં આર્તધ્યાનમાં જ પ્રાણીઓ મેટે ભાગે કાળ વ્યતીત કરે છે. શરીરને અનેક જાતના વ્યાધિ થાય છે તેમાં કેટલાક સામાન્ય હોય છે, કેટલાક રાજરોગ હોય છે, કેટલાક ચેપી હોય છે આ કઈ વ્યાધિ થાય તે વખતે હવે મારું શું થશે એવી