________________
નિયમ ની વ્યવસ્થા રોગમાં બતાવી છે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય તપ અને દેવતાપ્રણિધાન એ પાંચ પ્રકારના નિયમના સંબંધ માં આપણે દ્વિતીય ગભૂમિકાના નિરૂપણ પ્રસંગે વિવેચન કરી ગયા છીએ. આ પાંચ નિયમના સંબંધમાં વિવેચન કરતાં શ્રી યશવિજય ઉપાધ્યાય બાવીશમી બત્રીશીમાં કહે છે કેશૌચથી છઠ્ઠી અશુચિ ભાવના ભાવવાથી શરીર ઉપર જુગુપ્સા થાય છે. માંસ, રુધિર, મેદ, અસિથ અને મજજાથી ભરેલી ચર્મની કોથળી ઉપર રાગ કર ઉચિત નથી અને એવી જ પરની કાયા હોવાથી તેને સંસર્ગ કરે તે કેમ ઉચિત ગણાય? આ શૌચભાવથી સાત્વિક ગુણની વૃદ્ધિ થાય છે અને રજસ અને તમભાવને અભિભવ થાય છે, ઇદ્રિ પર જય પ્રાપ્ત થાય છે અને આત્મદર્શન કરવાની ચેગ્યતા પ્રાપ્ત થાય છે. સંતોષથી ઉત્તમ પ્રકારનું આત્મીય સુખ થાય છે સ્વાધ્યાયથી ઈષ્ટદર્શન થાય છે; તપસ્યા કરવાથી શરીર અને ઇન્દ્રિય પર બહુ ઉત્તમ પ્રકારને અંકુશ પ્રાપ્ત થાય છે અને ઈશ્વરપ્રણિધાન નામના પાંચમા નિયમથી આત્મસમાધિની પ્રાપ્તિ થાય છે.
નિયમને આ ચમત્કાર હોવાથી ઈચ્છરોધ કરવા માટે અનેક પ્રકારના નિયમે યોગાચાર્યોએ બતાવ્યા છે. આપણે અત્ર
ગશાસ્ત્રનિર્દિષ્ટ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું સંક્ષેપમાં નિરૂપણ કરશું. શ્રાદ્ધનાં દ્વાદશ વ્રતમાં પ્રથમનાં પાંચ અણુવતનું પ્રથમ યમ ગાંગને અંગે ઉપર નિરૂપણ થઈ ગયું, એ પાંચની રક્ષા માટે અને આત્માને બરાબર માર્ગ પર રાખવા માટે ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાત્રતાની યેજના કરી છે. એ પાંચ અણુવત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત મળીને