________________
: ૧૫૪ :
જૈન દૃષ્ટિએ યોગ ગુણવત-ગુણવતે ત્રણ છે. એનાથી અનેક પ્રકારના ગુણની વૃદ્ધિ થાય છે એ સંદેહ વગરની બાબત છે. પ્રથમના પાંચે યમને ગુણ કરનારા હોવાથી આ ત્રણ ગુણવ્રત કહેવાય છે. આપણે એ ત્રણે ગુણવતે વિચારીએ. પ્રથમ દિવિરતિ ગુણવ્રત આવે છે. અહીં ચાર દિશાઓ, ચાર વિદિશાઓ અને ઊર્વ તથા અધો–એ દશ દિશામાં વધારેમાં વધારે કેટલે સુધી જવું આવવું તેને નિર્ણય કરાય છે. અમુક મર્યાદાથી આગળ ચાલવાને અહીં નિષેધ થતું હોવાથી તેનાથી આગળના જીવની કદિ હિંસા થતી નથી, ત્યાં રહેલા કન્યાદિ પદાર્થ માટે અસત્ય બેલાતું નથી કે તત્સંબંધી સાક્ષી દેવાનું થતું નથી તેમ જ ત્યાંના પદાર્થો ન્યાસ કરેલા હોય તે તેનું અપહરણ થતું નથી, ત્યાં રહેલ વસ્તુની ચોરી થતી નથી, ત્યાં રહેલ સ્ત્રીઓના સેવનને ત્યાગ થાય છે અને ત્યાં રહેલી લક્ષમીની ઉપેક્ષા થવાથી સંતોષ પણ તેટલા પૂરત રહે છે. જીવને ઘણીવાર આખી દુનિયાની લક્ષમી એકઠી કરવાની ઈચ્છા થાય છે, કરડેના વૈભવથી પણ શાંતિ થતી નથી અને જેમ બધી નદીનું પાણી પિતામાં વળે છતાં સમુદ્ર માસામાં હીન થાય છે તેમ આ જીવને પીગલિક પદાર્થને અંગે વૃદ્ધિ થતાં ઓછપ લાગે છે. આ દિગવતથી તેના મનમાં એક પ્રકારની શાંતિ આવી જાય છે. પહેલા અને પાંચમા યમને વિશેષ ઉદ્દીપન કરનાર આ ગુણવત આધુનિક સમયમાં જરા સાહસ( Adventure)ની આડે આવતું હેય એમ લાગે છે, પરંતુ એને આંતર આશય અને વર્તમાન
ઔદ્યોગિક જીવનથી પાશ્ચાત્ય સંસ્થાઓમાં થયેલી આત્મીય અવનતિ અને વધેલી સવાર્થવૃત્તિ તરફ જે લયપૂર્વક શાંતિથી